Door43-Catalog_gu_tw/bible/names/damascus.md

2.7 KiB

દમસ્કસ

સત્યો:

દમસ્કસ એ અરામ દેશની રાજધાનીનું શહેર છે. તે બાઇબલમાં જે સ્થાન પર હતું ત્યાં હજુ પણ છે.

  • દમસ્કસ એ એક દુનિયાનું એક જૂનું શહેર છે, જ્યાં સતત રીતે હજુ પણ લોકો વસે છે.
  • ઇબ્રાહિમના સમય દરમ્યાન, દમસ્કસ અરામ રાજ્યની રાજધાની હતી (તે હાલના સીરિયામાં આવેલું છે).
  • સમગ્ર જૂના કરારના ઘણા ઉલ્લેખો દર્શાવે છે કે દમસ્કસના રહેવાસીઓ અને ઇઝરાએલના લોકો વચ્ચે પરસ્પર સંઘર્ષો થતા હતા.
  • બાઇબલે દમસ્કના વિનાશની ઘણી ભવિષ્યવાણીઓ ભાખી છે.

જૂના કરારના સમય દરમ્યાન જયારે આશ્શૂર એ શહેરનો નાશ કર્યો ત્યારે આ ભવિષ્યવાણી પૂર્ણ થઈ હશે, અથવા ભવિષ્યમાં પણ કદાચ આ શહેરનો સંપૂર્ણ રીતે નાશ થઇ શકે છે.

  • નવા કરારમાં, ફરોશી શાઉલ (જે પછીથી પાઉલ તરીકે જાણીતો બન્યો) ખ્રિસ્તીઓની ધરપકડ કરવા દમસ્કસ શહેરમાં માર્ગમાં જતો હતો ત્યારે ઈસુએ તેનો સામનો કર્યો અને તેના કારણે તે વિશ્વાસી બન્યો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: અરામ, આશ્શૂર, વિશ્વાસ, સીરિયા)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1834, G11540