Door43-Catalog_gu_tw/bible/names/caesar.md

3.0 KiB

કૈસર

સત્યો:

“કૈસર” શબ્દ, નામ અથવા શીર્ષક તરીકે રોમન સામ્રાજ્યના ઘણા શાસકો દ્વારા વાપરવામાં આવતો હતો. બાઇબલમાં આ નામ ત્રણ અલગ અલગ રોમન શાસકોને દર્શાવે છે.

  • પહેલો રોમન કૈસર નામનો શાસક “કૈસર ઓગસ્તસ” હતો, કે જે ઈસુનો જન્મ થયો હતો તે સમય દરમ્યાન શાસન કરતો હતો.
  • લગભગ ત્રીસ વર્ષો પછી, તે સમયે કે જયારે યોહાન બાપ્તિસ્ત પ્રચાર કરતો હતો, તે સમયે તિબેરીઅસ કૈસર રોમન સામ્રાજ્યનો શાસક હતો.
  • જયારે ઈસુએ લોકોને કહ્યું કે, જે કૈસરનું છે તે તેને આપવું ઉચિત છે અને જે દેવનું છે તે દેવને આપવું ઉચિત છે, આ સમય દરમ્યાન તિબેરીઅસ કૈસર હજુ રોમમાં શાસન કરી રહ્યો હતો.
  • જયારે પાઉલે કૈસરને અરજ કરી, જે રોમન સમ્રાટ, નીરોને દર્શાવે છે, કે જેનું શીર્ષક પણ “કૈસર” હતું.
  • જયારે “કૈસરનું” શીર્ષક તેના પોતાના માટે વાપરવામાં આવ્યું છે, જેનું ભાષાંતર, “સમ્રાટ” તરીકે અથવા “રોમન શાસક” પણ કરી શકાય છે.
  • નામોમાં જેવા કે કૈસર ઓગસ્તસ અથવા તિબેરીઅસ કૈસર, “કૈસર” નો ઉચ્ચાર રાષ્ટ્રીય ભાષાના ઉચ્ચાર સાથે બંધ બેસતો હોવો જોઈએ.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: રાજા, પાઉલ, રોમ)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G25410