Door43-Catalog_gu_tw/bible/kt/almighty.md

2.7 KiB

સર્વશક્તિમાન

સત્યો:

બાઇબલમાં “સર્વશક્તિમાન” શબ્દનો શાબ્દિક અર્થ “સંપૂર્ણ રીતે શક્તિશાળી” થાય છે, તે હમેશાં ઈશ્વર માટે વપરાયો છે.

  • “સર્વશક્તિમાન” અથવા “પૂર્ણ શક્તિશાળી” હમેશાં ઈશ્વર માટે વપરાતા શીર્ષકો છે, કે જેની પાસે સંપૂર્ણ સામર્થ્ય અને અધિકાર રહેલા છે.
  • આ શબ્દ ઈશ્વરના શીર્ષકો દર્શાવવા માટે વાપરવામાં આવ્યા છે, જેમકે “સર્વશક્તિમાન ઈશ્વર” અને “ઈશ્વર જે સર્વશક્તિમાન છે” અને “પ્રભુ જે સર્વશક્તિમાન છે” અને “પ્રભુ ઈશ્વર જે સર્વશક્તિમાન છે”

ભાષાંતર માટેના સુચનો:

  • આ શબ્દનું ભાષાંતર ઈશ્વર “સર્વશક્તિમાન” અથવા “સંપૂર્ણ રીતે શક્તિશાળી” અથવા “ઈશ્વર જે સર્વશક્તિમાન છે” તેવો થઈ શકે છે.
  • “પ્રભુ દેવ સર્વશક્તિમાન” શબ્દ નું ભાષાંતર એમ થઇ શકે છે કે “ઈશ્વર જે સામર્થ્યવાન છે” અથવા “સામર્થ્યવાન સાર્વભોમ ઈશ્વર” અથવા “સામર્થ્યવાન ઈશ્વર જે સર્વ ઉપર સ્વામી છે.”

(ભાષાંતરના સુચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું)

(જુઓ: ઈશ્વર, પ્રભુ, સામર્થ્ય)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7706, G38410