Door43-Catalog_gu_tw/bible/kt/mercy.md

5.5 KiB

દયા, દયાળુ

વ્યાખ્યા:

"દયા" અને "દયાળુ" શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે સંદર્ભ આપે છે, ખાસ કરીને જ્યારે તેઓ દુઃખી અથવા નમ્ર સ્થિતિમાં હોય.

  • "દયા" શબ્દનો અર્થ એ પણ હોઈ શકે છે કે લોકોને તેઓએ જે ખોટું કર્યું હોય તેને સજા ન કરવી.
  • રાજા જેવા શક્તિશાળી વ્યક્તિનું વર્ણન "દયાળુ" તરીકે કરવામાં આવે છે જ્યારે તે લોકોને નુકસાન પહોંચાડવાને બદલે દયાળુ વર્તન કરે છે.
  • દયાળુ હોવાનો અર્થ એ પણ છે કે જેણે આપણી વિરુદ્ધ કંઈક ખોટું કર્યું હોય તેને માફ કરવું.
  • જ્યારે આપણે ખૂબ જ જરૂરિયાતવાળા લોકોને મદદ કરીએ છીએ ત્યારે આપણે દયા બતાવીએ છીએ.
  • દેવ આપણા માટે દયાળુ છે, અને તે ઇચ્છે છે કે આપણે બીજાઓ માટે દયાળુ બનીએ.

અનુવાદ સૂચનો:

  • સંદર્ભના આધારે, "દયા" નો અનુવાદ "દયા" અથવા "કરુણામય" અથવા "અનુકંપા" તરીકે કરી શકાય છે.
  • "દયાળુ" શબ્દનો અનુવાદ "દયા બતાવવી" અથવા "દયાળુ બનવું" અથવા "ક્ષમા આપનાર" તરીકે કરી શકાય છે.
  • "દયા બતાવો" અથવા "દયા કરો" એનું ભાષાંતર "માયાળુ વર્તન" અથવા "દયાળુ બનવું" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: [કરુણા], [ક્ષમા કરો])

બાઈબલ સંદર્ભો:

  • [૧ પિત્તર ૧:૩-૫]
  • [૧ તીમોથી ૧:૧૩]
  • [દાનિયેલ ૯:૧૭]
  • [નિર્ગમન ૩૪-૬]
  • [ઉત્પત્તિ ૧૯:૧૬]
  • [હિબ્રૂ ૧૦:૨૮-૨૯]
  • [યાકૂબ ૨:૧૩]
  • [લુક ૬:૩૫-૩૬]
  • [માથ્થી ૯:૨૭]
  • [ફિલિપ્પી ૨:૨૫-૨૭]
  • [ગીતશાસ્ત્ર ૪૧:૪-૬]
  • [રોમનોને પત્ર ૧૨:૧]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૧૯:૧૬] તેઓ (પ્રબોધકો) બધાએ લોકોને મૂર્તિઓની પૂજા કરવાનું બંધ કરવા અને અન્યો પ્રત્યે ન્યાય અને દયા બતાવવાનું શરૂ કરવા કહ્યું.
  • [૧૯:૧૭] તે (યર્મિયા) કૂવાના તળિયે રહેલા કાદવમાં ફસાઇ ગયો, પરંતુ પછી રાજાએ તેના પર દયા કરી અને તેના નોકરોને આદેશ આપ્યો કે તે મૃત્યુ પામે તે પહેલાં યર્મિયાને કૂવામાંથી બહાર કાઢે.
  • [૨૦:૧૨] માદીઓનું સામ્રાજ્ય મજબૂત હતું પરંતુ તેણે જીતેલા લોકો માટે દયાળુ હતું.
  • [૨૭:૧૧] પછી ઈસુએ વ્યવસ્થાના શિક્ષકોને પૂછ્યું, “તમે શું વિચારો છો? જે માણસને લૂંટવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો તે ત્રણમાંથી કયો એક પાડોશી હતો?” તેણે જવાબ આપ્યો, "જે તેના પર દયાળુ હતો."
  • [૩૨:૧૧] પણ ઈસુએ તેને કહ્યું, "ના, હું ઈચ્છું છું કે તું ઘરે જઈને તારા મિત્રો અને કુટુંબીજનોને દેવે તારે માટે જે કંઈ કર્યું છે અને તેણે તારા પર કેવી દયા કરી છે તે વિશે જણાવો."
  • [૩૪:૯] “પરંતુ કર વસૂલનાર ધાર્મિક શાસકથી દૂર ઊભો રહ્યો, તેણે સ્વર્ગ તરફ જોયું પણ નહીં. તેના બદલે, તેણે તેની છાતી પર માર્યું અને પ્રાર્થના કરી, 'દેવ, કૃપા કરીને મારા પર _દયાળુ થાઓ કારણ કે હું પાપી છું.'

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H26551, H2603, H2617, H2623, H3722, H3727, H7627, H4819, H5503, H5504, H5505, H5506, H7355, H7349, H7355, H7356, H7355, G16530, G16550, G16560, G24330, G24360 , G36280, G36290, G37410, G46980