Door43-Catalog_gu_tw/bible/kt/life.md

6.9 KiB

જીવન, જીવતા, જીવવું, જીવીત

વ્યાખ્યા:

"જીવન" શબ્દ શારીરિક રીતે મૃત હોવાના વિરોધમાં શારીરિક રીતે જીવંત હોવાનો ઉલ્લેખ કરે છે.

1. ભૌતિક જીવન

  • "જીવન" એક વ્યક્તિગત વ્યક્તિનો પણ ઉલ્લેખ કરી શકે છે જેમ કે "જીવન બચાવ્યું હતું".
  • કેટલીકવાર "જીવન" શબ્દ જીવવાના અનુભવને દર્શાવે છે જેમ કે, "તેનું જીવન આનંદમય હતું."
  • તે વ્યક્તિના જીવનકાળનો પણ ઉલ્લેખ કરી શકે છે, જેમ કે અભિવ્યક્તિમાં, "તેના જીવનનો અંત."
  • "જીવંત" શબ્દ શારીરિક રીતે જીવંત હોવાનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે "મારી માતા હજી જીવે છે." તે ક્યાંક રહેઠાણનો ઉલ્લેખ પણ કરી શકે છે જેમ કે, "તેઓ શહેરમાં રહેતા હતા."
  • બાઈબલમાં, "જીવન" ની કલ્પના ઘણીવાર "મૃત્યુ" ના ખ્યાલ સાથે વિરોધાભાસી છે.

2. અનંત જીવન

  • જ્યારે વ્યક્તિ ઈસુમાં વિશ્વાસ કરે છે ત્યારે તેને અનંત જીવન મળે છે. દેવ તે વ્યક્તિને તેનામાં રહેલ પવિત્ર આત્મા સાથે પરિવર્તનશીલ જીવન આપે છે.
  • અનંત જીવનની વિરુદ્ધ અનંત મૃત્યુ છે, જેનો અર્થ થાય છે દેવથી અલગ થવું અને અનંત સજાનો અનુભવ કરવો.

અનુવાદ સૂચનો:

  • સંદર્ભના આધારે, "જીવન" નો અનુવાદ "અસ્તિત્વ" અથવા "વ્યક્તિ" અથવા "આત્મા" અથવા "હોવું" અથવા "અનુભવ" તરીકે કરી શકાય છે.
  • "જીવંત" શબ્દનું ભાષાંતર "રહેવું" અથવા "રહે છે" અથવા "અસ્તિત્વ" દ્વારા કરી શકાય છે.
  • "તેના જીવનનો અંત" શબ્દનું ભાષાંતર "જ્યારે તેણે જીવવાનું બંધ કર્યું" તરીકે કરી શકાય છે.
  • "તેમના જીવ બચાવ્યા" શબ્દનું ભાષાંતર "તેમને જીવવા દીધું" અથવા "તેમને માર્યા નહિ" તરીકે કરી શકાય.
  • "તેઓએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો" અભિવ્યક્તિનું ભાષાંતર "તેઓએ પોતાને જોખમમાં મૂક્યો" અથવા "તેઓએ એવું કંઈક કર્યું જેનાથી તેઓને મારી નાખ્યા."
  • જ્યારે બાઈબલમાં લખેલ અનંત જીવન વિશે વાત કરે છે, ત્યારે "જીવન" શબ્દનો અનુવાદ નીચેની રીતે કરી શકાય છે: "અનાંત જીવન" અથવા "દેવ આપણને આપણા આત્મામાં જીવંત બનાવે છે" અથવા "દેવના આત્મા દ્વારા નવું જીવન" અથવા "જીવંત થવું આપણા આંતરિક મનુષ્યત્વમાં."
  • સંદર્ભના આધારે, "જીવન આપો" અભિવ્યક્તિનું ભાષાંતર "જીવવાનું કારણ" અથવા "અનંત જીવન આપો" અથવા "અનંત જીવન જીવવાનું કારણ" તરીકે પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: [મૃત્યુ], [અનંત])

બાઈબલ સંદર્ભો:

  • [૨ પિત્તર ૧:૩]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨]
  • [ઉત્પત્તિ ૨:૭]
  • [ઉત્પત્તિ ૭:૨૨]
  • [હેબ્રી ૧૦:૨૦]
  • [યર્મિયા ૪૪:૨]
  • [યોહાન ૧:૪]
  • [ન્યાયાધીશો ૨:૧૮]
  • [લુક ૧૨:૨૩]
  • [માથ્થી ૭:૧૪]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૧:૧૦] તેથી દેવે થોડી માટી લીધી, આને તેમાંથી તેણે એક માણસ બનાવ્યું, અને તેનામાં _જીવન_નો શ્વાસ નાંખ્યો.
  • [૩:૧] લાંબા સમય પછી, ઘણા લોકો દુનિયામાં જીવતા હતા.
  • [૮:૧૩] જ્યારે યુસુફના ભાઈઓ ઘરે પાછા ફર્યા અને તેમના પિતા યાકૂબને કહ્યું કે યુસુફ હજી જીવિત છે ત્યારે તે ખૂબ જ ખુશ થયો.
  • [૧૭:૯] જોકે, તેના [દાઉદ] જીવનના અંતમાં તેણે દેવ સમક્ષ ભયંકર પાપ કર્યું.
  • [૨૭:૧] એક દિવસ, યહૂદી કાયદાનો નિષ્ણાત ઈસુ પાસે તેની પરીક્ષા કરવા આવ્યો અને કહ્યું, "ગુરુજી, અનંત _જીવન_નો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?"
  • [૩૫:૫] ઈસુએ જવાબ આપ્યો, "હું પુનરુત્થાન અને જીવન છું."
  • [૪૪:૫] “તમે તે જ છો જેમણે રોમન અધિકારીએ ઈસુને મારી નાખવા કહ્યું તમે _જીવન_ના લેખકને મારી નાખ્યા, પરંતુ દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો."

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G01980, G02220, G02270, G08060, G05900