Door43-Catalog_gu_tw/bible/kt/lamb.md

6.8 KiB

હલવાન, ઈશ્વરનું હલવાન

વ્યાખ્યા:

"હલવાન" શબ્દ ઘેટાંના બચ્ચાનો ઉલ્લેખ કરે છે. ઘેટાં ચાર પગવાળા, જાડા ઊનવાળા વાળ સાથેના પ્રાણીઓ છે, જેનો ઈશ્વરને બલિદાન કરવામાં ઉપયોગ કરવામાં આવતો હતો. ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા છે કારણ કે લોકોના પાપોની કિંમત ચૂકવવા તેઓ બલિદાન થયા હતા.

  • આ પ્રાણીઓ સરળતાથી અવડે માર્ગે દોરવાઈ જાય અને તેમને રક્ષણની જરૂર હોય છે. ઈશ્વર માણસજાતને ઘેટાં સાથે સરખાવે છે.
  • ઈશ્વરે તેમના લોકોને શારીરિક રીતે સંપૂર્ણ ઘેટાં અને હલવાનો તેમને અર્પવા સૂચિત કર્યું હતું.
  • ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા જેઓ લોકોના પાપોની કિંમત ચૂકવવા બલિદાન થયા હતા. તેઓ સંપૂર્ણ, દોષરહિત બલિદાન હતા કારણ કે તેઓ સંપૂર્ણપણે પાપ વિનાના હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • જો ભાષાકીય વિસ્તારમાં ઘેટાં જાણીતા છે તો, "ઘેટું" અથવા "ઈશ્વરનું હલવાન" શબ્દોનો અનુવાદ કરવા માટે તેના બચ્ચા માટેનું નામ વપરાવવું જોઈએ.
  • "ઈશ્વરનું હલવાન" નું અનુવાદ "ઈશ્વરનું (બલિદાનયુક્ત) હલવાન" અથવા "ઈશ્વરને બલિદાન કરવામાં આવેલ હલવાન" અથવા "ઈશ્વર તરફથી (બલિદાનયુક્ત) હલવાન" એમ કરી શકાય.
  • જો ઘેટાં વિષે જાણકારી ન હોય તો, આ શબ્દનું અનુવાદ "ઘેટાંનું બચ્ચું" એ પાદનોંધ સાથે કરી શકાય કે જે ઘેટાં કેવા છે તેનું વર્ણન કરતી હોય. એ નોંધ ઘેટાં અને હલવાનને તે વિસ્તારના પ્રાણીઓ સાથે સરખાવતી હોવી જોઈએ જેઓ ટોળામાં રહેતા હોય, ડરપોક અને રક્ષણ કરવા અસમર્થ હોય, અને વારંવાર ભટકી જતાં હોય.
  • એ પણ ધ્યાન રાખો કે આ શબ્દનું અનુવાદ નજીકના સ્થાનિક કે રાષ્ટ્રીય ભાષાના બાઇબલ અનુવાદમાં કેવી રીતે થયું છે.

(જુઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું])

(આ પણ જુઓ: [ઘેટાં], [ઘેટાંપાળક])

બાઈબલના સંદર્ભો:

  • [2 શમુએલ 12:3]
  • [એઝરા 8:35-36]
  • [યશાયા 66:3]
  • [યર્મિયા 11:19]
  • [યોહાન 1:29]
  • [યોહાન 1:36]
  • [લેવીય 14:21-23]
  • [લેવીય 17:1-4]
  • [લૂક 10:3]
  • [પ્રકટીકરણ 15:3-4]

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • [5:7] જ્યારે ઈબ્રાહિમ અને ઈસહાક દહનાર્પણની જગા તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈસહાકે પૂછ્યું, “પિતા, આપણી પાસે દહનાર્પણ માટે લાકડાં છે પરંતુ હલવાન ક્યાં છે?”
  • [11:2] જે કોઈ પણ ઈશ્વર પર વિશ્વાસ કરે તેના પ્રથમ જનિતને બચાવવાનો ઈશ્વરે રસ્તો કરી આપ્યો. દરેક કુટુંબે સંપૂર્ણ હલવાન અથવા બકરું પસંદ કરવું અને તેની હત્યા કરવી.
  • [24:6] પછીના દિવસે, ઈસુ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામવા આવ્યા. જ્યારે યોહાને તેમને જોયા ત્યારે, તેણે કહ્યું, “જુઓ! અહીંયા__ઈશ્વરનું હલવાન__ છે જે જગતના પાપ લઈ લેશે."
  • [45:8] તેમણે વાંચ્યું, “તેઓ તેમને __હલવાન __ ની જેમ મારી નાંખવા માટે દોરી ગયા, અને જેમ હલવાન શાંત હોય છે, તેમ તેમણે એકપણ શબ્દ કહ્યો નહીં.
  • [48:8] જ્યારે ઈશ્વરે ઈબ્રાહિમને તેના દીકરા, ઈસહાકને, દહનાર્પણ તરીકે આપવાનું કહ્યું, ત્યારે તેના દીકરા, ઈસહાકના બદલામાં દહનાર્પણને માટે ઈશ્વરે હલવાન પૂરું પાડ્યું. આપણે સર્વ આપણાં પાપોને માટે મરણને લાયક હતા! પરંતુ ઈશ્વરે આપણાં સ્થાને બલિદાન તરીકે મરવાને માટે ઈસુ ઈશ્વરના હલવાન પૂરા પાડ્યા.
  • [48:9] જ્યારે ઈશ્વરે મિસર પર છેલ્લી મરકી મોકલી,ત્યારે તેમણે દરેક ઈઝરાયેલી કુટુંબોને સંપૂર્ણ__હલવાન__ મારવા અને તેનું રક્ત તેમના દરવાજાની બારસાખો તથા ઓતરંગ પર છાંટવા માટે કહ્યું.

શબ્દની માહિતી:

  • Strong's: H7716, G07210, G23160