3.8 KiB
3.8 KiB
યહૂદીઓનો રાજા
વ્યાખ્યા:
"યહૂદીઓનો રાજા" શબ્દ એ ઈસુ, મસીહાનો ઉલ્લેખ કરે છે.
- જ્યારે જ્ઞાની પુરુષો બેથલેહેમમાં જે "યહૂદીઓનો રાજા" હતો તેને જોવા આવ્યા હતા તેમના દ્વારા પ્રથમવાર આ શીર્ષકનો ઉપયોગ કરવામાં આવ્યો એમ બાઇબલ નોંધે છે.
- દૂતે મરિયમને પ્રગટ કર્યું કે તેણીનો દીકરો, દાઉદ રાજાનો વંશજ, રાજા બનશે જેનું રાજ સર્વકાળ ટકશે.
- ઈસુ વધસ્તંભ પર જડાયા તે પહેલા, રોમન સૈનિકોએ ઈસુના ઠઠ્ઠા "યહૂદીઓનો રાજા" એમ કહીને કર્યા. આ શીર્ષકને લાકડાના ટુકડા પર પણ લખવામાં આવ્યું અને ઈસુના વધસ્તંભની ઉપર તેને લગાવવામાં આવ્યું હતું.
- ઈસુ ખરેખર યહૂદીઓના રાજા અને સર્વ સર્જન પર રાજા હતા.
અનુવાદ માટેના સૂચનો:
- "યહૂદીઓનો રાજા" શબ્દનું અનુવાદ "યહૂદીઓ પર રાજા" અથવા "રાજા જે યહૂદીઓ પર રાજ કરે છે" અથવા "યહૂદીઓનો સર્વોચ્ચ શાસક" એમ કરી શકાય.
- "નો રાજા" શબ્દ સમૂહનું અનુવાદ બીજી અનુવાદની જગ્યાએ કેવી રીતે થયું છે તે જોવા તપાસ કરો.
(આ પણ જુઓ: [વંશજ], [યહૂદી], [ઈસુ], [રાજા], [રાજ્ય], [ઈશ્વરનું રાજ્ય], [જ્ઞાની પુરુષો])
બાઈબલના સંદર્ભો:
- [લૂક 23:3]
- [લૂક 23:38]
- [માથ્થી 2:2]
- [માથ્થી 27:11]
- [માથ્થી 27:35-37]
બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
- [23:9] થોડાં સમય પછી, દૂરના પૂર્વના દેશોમાંથી જ્ઞાની પુરુષોએ અસમાન્ય તારો આકાશમાં જોયો. તેઓ સમજ્યા કે એનો અર્થ એક નવો યહૂદીઓનો રાજા જન્મ્યો હતો.
- [39:9] પિલાતે ઈસુને પૂછ્યું, "શું તું__યહૂદીઓનો રાજા છે__?"
- __[39:12]__રોમન સૈનિકોએ ઈસુને ચાબુક મારી અને શાહી ઝભ્ભો તેમણે પહેરાવ્યો અને કાંટાનો બનાવેલો મુગટ તેમના માથા પર મૂક્યો. પછી, તેઓએ એવું કહેતા તેમના ઠઠ્ઠા કર્યા કે, "જુઓ, યહૂદીઓનો રાજા!"
- __[40:2]__પિલાતે હુકમ કર્યો કે તેઓ લખે, "યહૂદીઓનો રાજા" ચિહ્નપાટી પર અને તેને ઈસુના માથાની ઉપર વધસ્તંભ પર મૂકે.
શબ્દમાહિતી:
- Strong's: G09350, G24530