Door43-Catalog_gu_tw/bible/kt/kingdomofgod.md

7.6 KiB

દેવનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

“દેવનું રાજ્ય” અને “સ્વર્ગનું રાજ્ય” બંને શબ્દો તેમના લોકો અને સમગ્ર સર્જન પર દેવના શાસન અને સત્તાનો સંદર્ભ આપે છે.

  • યહુદીઓ વારંવાર દેવનો ઉલ્લેખ કરવા માટે “સ્વર્ગ” શબ્દનો ઉપયોગ કરતા હતા, તેમનું નામ સીધું બોલવાનું ટાળતા હતા. (જુઓ: [metonymy])
  • માથ્થીએ લખેલા નવા કરારના પુસ્તકમાં, તેણે દેવના રાજ્યનો ઉલ્લેખ “સ્વર્ગનું રાજ્ય” તરીકે કર્યો છે, કારણ કે તે મુખ્યત્વે યહુદી પ્રેક્ષકો માટે લખતો હતો.
  • દેવનું સામ્રાજ્ય એ લોકો પર આધ્યાત્મિક રીતે તેમજ ભૌતિક વિશ્વ પર શાસન કરતા દેવનો ઉલ્લેખ કરે છે.
  • જૂના કરારના પ્રબોધકોએ કહ્યું કે દેવ મસીહને ન્યાયીપણાથી શાસન કરવા મોકલશે. ઈસુ, દેવનો પુત્ર, મસીહા છે જે દેવના રાજ્ય પર હંમેશ માટે શાસન કરશે.

અનુવાદ સૂચનો:

  • સંદર્ભના આધારે, "દેવનું રાજ્ય" નો અનુવાદ "દેવનું શાસન (રાજા તરીકે)" અથવા "જ્યારે દેવ રાજા તરીકે શાસન કરે છે" અથવા "બધાં પર દેવનું શાસન" તરીકે કરી શકાય છે.
  • "સ્વર્ગનું રાજ્ય" શબ્દનો અનુવાદ "રાજા તરીકે સ્વર્ગમાંથી દેવનું શાસન" અથવા "સ્વર્ગમાં દેવ શાસન કરે છે" અથવા "સ્વર્ગનું શાસન" અથવા "સ્વર્ગ દરેક વસ્તુ પર શાસન કરે છે" તરીકે પણ કરી શકાય છે. જો આનું સરળ અને સ્પષ્ટ ભાષાંતર કરવું શક્ય ન હોય, તો તેના બદલે "દેવનું રાજ્ય" વાક્યનું ભાષાંતર કરી શકાય છે.
  • કેટલાક અનુવાદકો "સ્વર્ગ"ને કેપિટલાઇઝ કરવાનું પસંદ કરી શકે છે તે બતાવવા માટે કે તે દેવનો સંદર્ભ આપે છે. અન્ય લોકો લખાણમાં નોંધનો સમાવેશ કરી શકે છે, જેમ કે "સ્વર્ગનું રાજ્ય (એટલે ​​​​કે, 'દેવનું રાજ્ય')."
  • આ અભિવ્યક્તિમાં “સ્વર્ગ” નો અર્થ સમજાવવા માટે મુદ્રિત બાઈબલના પાનાની નીચેની ફૂટનોટનો ઉપયોગ પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: [દેવ], [સ્વર્ગ], [રાજા], [રાજ્ય], [યહૂદીઓનો રાજા], [શાસન])

બાઈબલ સંદર્ભો:

  • [૨ થેસ્સાલોનીકી ૧:૫]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૮:૧૨-૧૩]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨૩]
  • [કોલોસ્સી ૪:૧૧]
  • [યોહાન ૩:૩]
  • [લુક ૭:૨૮]
  • [લુક ૧૦:૯]
  • [લુક ૧૨:૩૧-૩૨]
  • [માથ્થી ૩:૨]
  • [માથ્થી ૪:૧૭]
  • [માથ્થી ૫:૧૦]
  • [રોમનોને પત્ર ૧૪:૧૭]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૨૪:૨] તેણે (યોહાન) તેઓને ઉપદેશ આપતા કહ્યું, "પસ્તાવો કરો, કારણ કે દેવનું રાજ્ય નજીક છે!"
  • [૨૮:૬] પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, "ધનવાન લોકો માટે દેવના _રાજ્યમાં પ્રવેશવું અત્યંત મુશ્કેલ છે! હા, ધનવાન માણસ માટે દેવના _રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટ માટે સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે."
  • [૨૯:૨] ઈસુએ કહ્યું, "દેવનું રાજ્ય એક રાજા જેવું છે જે તેના સેવકો સાથે હિસાબ પતાવવા માંગતો હતો."
  • [૩૪:૧] ઇસુએ દેવના રાજ્ય વિશે બીજી ઘણી વાર્તાઓ કહી. દાખલા તરીકે, તેણે કહ્યું, "દેવનું રાજ્ય એ રાઈના દાણા જેવું છે જે કોઈએ પોતાના ખેતરમાં વાવેલું છે."
  • [૩૪:૩] ઈસુએ બીજી વાર્તા કહી, "દેવનું રાજ્ય ખમીર જેવું છે જેને સ્ત્રીએ રોટલીના લોટમાં નાખ્યું જ્યાં સુધી તે આખા લોટમાં ભણી ના જાય. "
  • [૩૪:૪] "દેવનું રાજ્ય પણ છુપાયેલા ખજાના જેવું છે જે કોઈએ ખેતરમાં છુપાવ્યું હતું.. બીજા માણસે ખજાનો શોધી કાઢ્યો અને પછી તેને ફરીથી સંતાળી દીઘું."
  • [૩૪:૫] "દેવનું રાજ્ય પણ મહાન મૂલ્યના સંપૂર્ણ મોતી જેવું છે."
  • [૪૨:૯] તેણે તેના શિષ્યોને ઘણી રીતે સાબિત કર્યું કે તે જીવિત છે, અને તેણે તેમને દેવના રાજ્ય વિશે શીખવ્યું.
  • [૪૯:૫] ઈસુએ કહ્યું કે દેવનું રાજ્ય વિશ્વની અન્ય કોઇપણ વસ્તુ કરતાં વધુ મૂલ્યવાન છે.
  • [૫૦:૨] જ્યારે ઈસુ પૃથ્વી પર રહેતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, "મારા શિષ્યો વિશ્વમાં દરેક જગ્યાએ લોકોને _રાજ્યના _સમાચારનો પ્રચાર કરશે, અને પછી અંત આવશે."

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: G09320, G23160, G37720