Door43-Catalog_gu_tw/bible/kt/jesus.md

7.9 KiB

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત, ઈસુ

હકીકતો:

ઈસુ દેવના પુત્ર છે. "ઈસુ" નામનો અર્થ થાય છે "યહોવા બચાવે છે." "ખ્રિસ્ત" શબ્દ એક શીર્ષક છે જેનો અર્થ થાય છે "અભિષિક્ત" અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

  • બે નામો ઘણીવાર "ઈસુ ખ્રિસ્ત" અથવા "ખ્રિસ્ત ઈસુ" તરીકે જોડવામાં આવે છે. આ નામો એ વાત પર ભાર મૂકે છે કે દેવનો દીકરો મસીહા છે, જે લોકોને તેમના પાપો માટે અનંત દંડ થવાથી બચાવવા આવ્યા હતા.
  • એક ચમત્કારિક રીતે, પવિત્ર આત્માએ દેવના અનંત પુત્રને મનુષ્ય તરીકે જન્મ આપ્યો. તેની માતાને એક દેવદૂત દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે તેને "ઈસુ" કહે કારણ કે તે લોકોને તેમના પાપોથી બચાવવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
  • ઈસુએ ઘણા ચમત્કારો કર્યા જે દર્શાવે છે કે તે દેવ છે અને તે જ ખ્રિસ્ત અથવા મસીહા છે.

અનુવાદ સૂચનો:

  • ઘણી ભાષાઓમાં "ઈસુ" અને "ખ્રિસ્ત" ની જોડણી એવી રીતે કરવામાં આવે છે કે જે ધ્વની અથવા જોડણીને શક્ય તેટલી મૂળની નજીક રાખે. ઉદાહરણ તરીકે, “Jesucristo,” “Jezus Christus,” “Yesus Kristus”, અને “Hesukristo” એ કેટલીક રીતો છે કે જેનાથી આ નામો વિવિધ ભાષાઓમાં અનુવાદિત થાય છે.
  • "ખ્રિસ્ત" શબ્દ માટે, કેટલાક અનુવાદકો સમગ્ર "મસીહા" શબ્દના અમુક સ્વરૂપનો જ ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે.
  • નજીકની સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં આ નામોની જોડણી કેવી રીતે કરવામાં આવે છે તે પણ ધ્યાનમાં લો.

(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો])

(આ પણ જુઓ: [ખ્રિસ્ત], [દેવ], [દેવ પિતા], [મહા યાજક], [દેવનું રાજ્ય], [મરિયમ], [તારણહાર], [દેવનો પુત્ર])

બાઈબલ સંદર્ભો:

  • [૧ કરિંથી ૬:૧૧]
  • [૧ યોહાન ૨:૨]
  • [૧ યોહાન ૪:૧૫]
  • [૧ તીમોથી ૧:૨]
  • [૨ પિત્તર ૧:૨]
  • [૨ થેસ્સાલોનીકી ૨:૧૫]
  • [૨ તીમોથી ૧:૧૦]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૩]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૦]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૬]
  • [હિબ્રૂ ૯:૧૪]
  • [હિબ્રૂ ૧૦:૨૨]
  • [લુક ૨૪:૨૦]
  • [માથ્થી ૧:૨૧]
  • [માથ્થી ૪:૩]
  • [ફિલિપ્પી ૨:૫]
  • [ફિલિપ્પી ૨:૧૦]
  • [ફિલિપ્પી ૪:૨૧-૨૩]
  • [પ્રકટીકરણ ૧:૬]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૨૨:૪] દેવદૂતે કહ્યું, "તુ ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે. તારે તેને ઈસુ નામ આપવું અને તે મસીહા થશે.”
  • [૨૩:૨] "તેનું નામ ઈસુ (જેનો અર્થ છે, 'યહોવા બચાવે છે'), કારણ કે તે લોકોને તેમના પાપોથી બચાવશે."
  • [૨૪:૭] તો યોહાને તેને (ઈસુ) બાપ્તિસ્મા આપ્યું, ભલે _ઈસુ_એ ક્યારેય પાપ કર્યું ન હતું.
  • [૨૪:૯] એક જ દેવ છે. પરંતુ યોહાને દેવ પિતાને બોલતા સાંભળ્યા, અને ઈસુ પુત્ર અને પવિત્ર આત્માને જોયા જ્યારે તેણે ઇસુ બાપ્તિસ્મા લીધું.
  • [૨૫:૮] _ઈસુ_એ શેતાનની લાલચમાં હાર ન માની, તેથી શેતાન તેને છોડી ને ગયો.
  • [૨૬:૮] પછી ઈસુ સમગ્ર ગાલીલ પ્રદેશમાં ફર્યા, અને મોટી સંખ્યામાં લોકો તેમની પાસે આવ્યા. તેઓ એવા ઘણા લોકોને લાવ્યા જેઓ બીમાર અથવા અપંગ હતા, જેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ જોઈ શકતા નથી, ચાલી શકતા નથી, સાંભળી શકતા નથી અથવા બોલી શકતા નથી, અને _ઈસુ_એ તેમને સાજા કર્યા હતા.
  • [૩૧:૩] પછી ઈસુ પ્રાર્થના પૂરી કરી અને શિષ્યો પાસે ગયા. તે સરોવરની આજુબાજુ પાણી પર તેમની હોડી તરફ ચાલ્યો!
  • [૩૮:૨] તે (યહૂદા) જાણતો હતો કે યહૂદી આગેવાનોએ નકારી કાઢ્યું હતું કે ઈસુ મસીહા છે અને તેઓ તેને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે.
  • [૪૦:૮] તેમના મૃત્યુ દ્વારા, _ઈસુ_એ લોકો માટે દેવ પાસે આવવાનો માર્ગ ખોલ્યો.
  • [૪૨:૧૧] પછી _ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા, અને એક વાદળે તેને તેમની નજરથી છુપાવી દીધો. _ઈસુ બધી વસ્તુઓ પર શાસન કરવા દેવના જમણા હાથે બેઠા.
  • [૫૦:૧૭] ઈસુ અને તેના લોકો નવી પૃથ્વી પર જીવશે, અને તે અસ્તિત્વમાં છે તે દરેક વસ્તુ પર હંમેશા માટે શાસન કરશે. તે દરેક આંસુ લૂછી નાખશે અને હવે કોઈ દુઃખ, ઉદાસી, રડવું, દુષ્ટતા, પીડા અથવા મૃત્યુ રહેશે નહીં. ઈસુ તેના રાજ્ય પર શાંતિ અને ન્યાય સાથે શાસન કરશે, અને તે તેના લોકો સાથે હંમેશા માટે રહેશે.

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: G24240, G55470