Door43-Catalog_gu_tw/bible/kt/hypocrite.md

2.8 KiB

ઢોંગી, ઢોંગ

વ્યાખ્યા:

“ઢોંગી” શબ્દ એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ન્યાયી દેખાવા કંઈક કરે છે, પણ જે ગુપ્ત રીતે દુષ્ટ રીતે વર્તી રહ્યો હોય છે. “ઢોંગ” શબ્દ વ્યવહારનો ઉલ્લેખ કરે છે જે લોકોને એ વિચારમાં છેતરે છે કે વ્યક્તિ ન્યાયી છે.

  • ઢોંગી સારી બાબતો કરતો દેખાવા માગે છે કે જેથી લોકો વિચારે કે તેઓ સારા લોકો છે.
  • ઢોંગી અવારનવાર બીજા લોકોની એ જ પાપી બાબતો માટે ટીકા કરશે જે તે પોતે કરતો હોય છે.
  • ઈસુએ ફરોશીઓને ઢોંગીઓ કહ્યા હતા કેમ કે જો કે તેઓ ધાર્મિક રીતે જેમ કે ચોક્કસ વસ્ત્રો પહેરવા, અને ચોક્કસ ખોરાક આરોગવો, વર્તતા હતા, તોપણ તેઓ લોકો પ્રત્યે દયાળુ કે પ્રમાણિક ન હતા.
  • ઢોંગી વ્યક્તિ બીજા લોકોમાં ખામીઓનો નિર્દેશ કરે છે, પણ પોતાની ખામીઓને સ્વીકારતી નથી.

અનુવાદ માટેના સૂચનો:

  • કેટલીક ભાષાઓમાં “બે ચહેરા” જેવી અભિવ્યક્તિ હોય છે જે ઢોંગી વ્યક્તિ કે ઢોંગીની ક્રિયાનો ઉલ્લેખ કરે છે.
  • “ઢોંગી” નું અનુવાદ કરવાની બીજી રીતો “છેતરપિંડી” કે “બહાનું કાઢનાર” કે “ઘમંડી કપટી વ્યક્તિ” નો સમાવેશ કરે છે
  • “ઢોંગ” શબ્દનું અનુવાદ “છેતરપિંડી” કે “બનાવટી ક્રિયા” કે “બહાના” દ્વારા થઈ શકે છે.

બાઇબલના સંદર્ભો:

  • [ગલાતી 2:13]
  • [લૂક 6:41-42]
  • [લૂક 12:54-56]
  • [લૂક 13:15]
  • [માર્ક 7:6-7]
  • [માથ્થી 6:1-2]
  • [રોમન 12:9]

શબ્દની માહિતી:

  • Strong's: H0120, H2611, H2612, G05050, G52720, G52730