Door43-Catalog_gu_tw/bible/kt/houseofgod.md

2.7 KiB

ઈશ્વરનું ઘર, યહોવાનું ઘર

વ્યાખ્યા:

બાઇબલમાં “ઈશ્વરનું ઘર” (ઈશ્વરનું ઘર) અને “યહોવાનું ઘર (યહોવાનું ઘર)” શબ્દસમૂહો સ્થળનો ઉલ્લેખ કરે છે જ્યાં ઈશ્વરની ભક્તિ થાય છે.

  • આ શબ્દનો ઉપયોગ ખાસ રીતે મુલાકાતમંડપ કે ભક્તિસ્થાનનો ઉલ્લેખ કરવા વપરાયો છે.
  • કેટલીકવાર “ઈશ્વરનું ઘર” એ ઈશ્વરના લોકોનો ઉલ્લેખ કરવા વપરાયું છે.

અનુવાદ માટેના સૂચનો:

  • જ્યારે ભક્તિના સ્થળ તરીકે સંબોધવામાં આવે, ત્યારે આ શબ્દનું અનુવાદ “ઈશ્વરની ભક્તિ કરવા માટેનું ઘર” અથવા “ઈશ્વરની ભક્તિ કરવા માટેનું સ્થળ” તરીકે પણ થઈ શકે છે.
  • જો તે ભક્તિસ્થાન કે મુલાકાતમંડપને સંબોધતું હોય, તો તેનું અનુવાદ “ભક્તિસ્થાન (કે મુલાકાતમંડપ) જ્યાં ઈશ્વરની ભક્તિ થાય છે” (અથવા “જ્યાં ઈશ્વર હાજર છે” અથવા “જ્યાં ઈશ્વર પોતાના લોકોને મળે છે”) એ રીતે થઈ શકે છે.
  • “ઘર” શબ્દ અનુવાદમાં વાપરવો તે અગત્યનું છે તે જણાવવા કે ઈશ્વર ત્યાં “રહે” છે, એટલે કે, તેમનો આત્મા તેમના લોકોને મળવા અને તેમના દ્વારા ભક્તિ મેળવવા તે સ્થળે છે.

(આ પણ જુઓ: [ઈશ્વરના લોકો], [મુલાકાતમંડપ], [ભક્તિસ્થાન])

બાઇબલના સંદર્ભો:

  • [1 તિમોથી 3:14-15]
  • [2 કાળવૃતાંત 23:8-9]
  • [એઝરા 5:13]
  • [ઉત્પતિ 28:17]
  • [ન્યાયાધીશો 18:30-31]
  • [માર્ક 2:26]
  • [માથ્થી 12:4]

શબ્દની માહિતી:

  • Strong's: H0426, H0430, H1004, H1005, H3068, G23160, G36240