Door43-Catalog_gu_tw/bible/kt/honor.md

3.2 KiB

માન

વ્યાખ્યા:

“માન” અને “માન આપવું” શબ્દો કોઈકને સન્માન, પ્રશંસા કે આદર આપવાનો ઉલ્લેખ કરે છે.

  • માન એ સામાન્ય રીતે કોઈક કે જેનો ઉચ્ચ દરજ્જો અને મહત્વતા હોય જેમ કે રાજા અથવા ઈશ્વર, તેને આપવામાં આવે છે.
  • ઈશ્વર ખ્રિસ્તી વ્યક્તિઓને બીજાઓને માન આપવાની સૂચનાઓ આપે છે.
  • બાળકોને તેમના માબાપને એ રીતે માન આપવાની સૂચના આપવામાં આવી છે જે તેમનો આદર કરવાને તથા તેમને આધીન થવાનો સમાવેશ કરે છે.
  • “માન” અને “મહિમા” શબ્દો વારંવાર સાથે વાપરવામાં આવે છે ખાસ કરીને જ્યારે ઈસુને સંબોધવામાં આવે ત્યારે. એક જ બાબતનું સંબોધન કરવા આ બે જુદી રીતો હોઈ શકે છે.
  • ઈશ્વરને માન આપવાની રીતો તેમનો આભાર માનવો અને તેમની સ્તુતિ કરવી, અને તેમને આધીન થઈને તેમની પ્રત્યે આદર દર્શાવવો અને તે કેટલા મહાન છે એ રીતનું જીવન જીવવું, વગેરેનો સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “માન” નું અનુવાદ કરવાની બીજી રીતો “સન્માન” કે “આદર” કે “ઉચ્ચ પૂજ્યભાવ” નો સમાવેશ કરી શકે છે.
  • “માન” આપવુંનું અનુવાદ આ રીતે થઈ શકે છે, “ને પ્રત્યે ખાસ સન્માન દર્શાવવું” કે “સ્તુતિ કરવા યોગ્ય” કે “ને માટે ઉચ્ચ પૂજ્યભાવ દર્શાવવો” કે “ખૂબ મૂલ્યવાન.”

(આ પણ જુઓ: [અપમાન], [મહિમા], [મહિમા], [સ્તુતિ])

બાઇબલના સંદર્ભો:

  • [1 શમુએલ 2:8]
  • [પ્રેરિતોના કૃત્યો 19:17]
  • [યોહાન 4:44]
  • [યોહાન 12:26]
  • [માર્ક 6:4]
  • [માથ્થી 15:6]

શબ્દની માહિતી:

  • Strong's: H1420, H1921, H1922, H1923, H1926, H1927, H1935, H2082, H2142, H3366, H3367, H3368, H3372, H3373, H3374, H3444, H3513, H3519, H3655, H3678, H5081, H5375, H5457, H6213, H6286, H6437, H6942, H6944, H6965, H7236, H7613, H7812, H8597, H8416, G08200, G13910, G13920, G17840, G21510, G25700, G31700, G44110, G45860, G50910, G50920, G50930, G53990