Door43-Catalog_gu_tw/bible/kt/holyone.md

2.5 KiB

પવિત્ર દેવ

વ્યાખ્યા:

"પવિત્ર" શબ્દ બાઈબલમાં એક શીર્ષક છે જે લગભગ હંમેશા દેવને સંદર્ભે છે.

  • જૂનાકરારમાં, આ શીર્ષક ઘણીવાર "ઈઝરાયેલના પવિત્ર" વાક્યમાં જોવા મળે છે.
  • નવા કરારમાં, ઈસુને "પવિત્ર" તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • “પવિત્ર” શબ્દનો ઉપયોગ બાઈબલમાં કેટલીકવાર દેવદૂતનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

અનુવાદ સૂચનો:

  • શાબ્દિક શબ્દ "પવિત્ર" છે (જેમાં "એક" સૂચિત છે.) ઘણી ભાષાઓ (જેમ કે અંગ્રેજી) આનો અનુવાદ ગર્ભિત સંજ્ઞા (જેમ કે "એક" અથવા "દેવ") સાથે કરશે.
  • આ શબ્દનું ભાષાંતર “દેવ, જે પવિત્ર છે” અથવા “ને માટે અલગ કરાયેલો” તરીકે પણ થઈ શકે છે.
  • "ઈઝરાયેલનો પવિત્ર દેવ" શબ્દનું ભાષાંતર "ઈઝરાયેલ જે પવિત્ર દેવની આરાધના કરે છે" અથવા "ઈઝરાયેલ પર રાજ કરનાર પવિત્ર દેવ" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • "પવિત્ર" નો અનુવાદ કરવા માટે વપરાયેલ શબ્દ અથવા વાક્યનો ઉપયોગ કરીને આ શબ્દનો અનુવાદ કરવો શ્રેષ્ઠ છે.

(આ પણ જુઓ: [પવિત્ર], [દેવ])

બાઈબલ સંદર્ભો:

  • [૧ યોહાન ૨:૨૦]
  • [૨ રાજાઓ ૧૯:૨૨]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૭]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૩-૧૪]
  • [યશાયાહ ૫:૧૫-૧૭]
  • [યશાયાહ ૪૧:૧૪]
  • [લુક ૪:૩૩-૩૪]

શબ્દ માહિતી:

  • Strong's: H2623, H0376, H6918, G00400, G37410