Door43-Catalog_gu_tw/bible/kt/holy.md

8.8 KiB

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પાવન

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચારિત્ર્યનો ઉલ્લેખ કરે છે જે કંઈપણ પાપી અને અપૂર્ણતાથી સંપૂર્ણ અલાયદું અને જુદું છે.

  • કેવળ ઈશ્વર જ સંપૂર્ણપણે પવિત્ર છે. તે લોકો અને વસ્તુ કે બાબતોને પવિત્ર બનાવે છે.
  • જે વ્યક્તિ પવિત્ર છે તે ઈશ્વર સાથે સબંધિત છે અને ઈશ્વરની સેવા કરવાના હેતુને માટે તથા તેમનો મહિમા કરવા અલગ કરવામાં આવી છે.
  • જે પદાર્થને ઈશ્વરે પવિત્ર થવા જાહેર કર્યો હોય તે એ છે કે જેને તેમણે તેમના મહિમાને માટે તથા ઉપયોગને માટે અલગ કર્યો છે જેમ કે, વેદી કે જે તેમને બલિદાનોનું અર્પણ કરવાના હેતુને સારું.
  • લોકો તેમની પાસે જઈ ન શકે જો તેમને પરવાનગી ન હોય તો, કેમ કે તે પવિત્ર છે અને તેઓ કેવળ પાપી તથા અપૂર્ણ માનવીઓ છે.
  • જૂના કરારમાં, ઈશ્વરે યાજકોને પવિત્ર તરીકે તેમની ખાસ સેવાને સારું અલગ કર્યા હતા. તેઓએ ઈશ્વર પાસે જવા ઔપચારિક રીતે પાપથી શુદ્ધ થવું પડતું હતું.
  • ઈશ્વરે ચોક્કસ સ્થળો અને બાબતો જે તેઓ સાથે સબંધિત છે અથવા જ્યાં તે પોતાને પ્રગટ કરે છે ત્યાં જેમ કે તેમનું પવિત્રસ્થાન, તેને પણ પવિત્ર તરીકે અલગ કરે છે.

“અપવિત્ર” શબ્દનો શાબ્દિક અર્થ “પવિત્ર નહિ” એમ થાય છે. તે કોઈકનું કે કશાકનું વર્ણન કરે છે જે ઈશ્વરને માન આપતું નથી.

  • આ શબ્દનો ઉપયોગ કોઈક કે જે ઈશ્વરની વિરુદ્ધ બંડ કરીને તેમનું અપમાન કરે છે તેનું વર્ણન કરવા વપરાય છે.
  • જે બાબતને “અપવિત્ર” કહેવાય તેનું વર્ણન સામાન્ય, દૂષિત કે અશુદ્ધ તરીકે કરી શકાય. તે ઈશ્વર સાથે સબંધિત નથી.

“પાવન” શબ્દ કશાકનું વર્ણન કરે છે જે ઈશ્વરની ભક્તિ કરવા કે જુઠ્ઠા દેવોની ભક્તિ કરવા સાથે સબંધિત છે.

  • જૂના કરારમાં, “પાવન” શબ્દ જુઠ્ઠા દેવોની ભક્તિમાં ઉપયોગમાં લેવાતા પથ્થરના સ્તંભ તથા બીજા પદાર્થોનું વર્ણન કરવા વપરાતા હતા. તેનું અનુવાદ “ધાર્મિક” તરીકે પણ થઈ શકે.
  • “પાવન ગીતો” અને “પાવન સંગીત” સંગીતનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના મહિમાને માટે ગાવામાં કે વગાડવામાં આવતા હતા. તેનું અનુવાદ આ રીતે થઈ શકે, “યહોવાની ભક્તિ કરવા માટેનું સંગીત” અથવા “ગીતો જે ઈશ્વરની સ્તુતિને માટે છે.”
  • “પાવન ફરજો” શબ્દસમૂહ “ધાર્મિક ફરજો” કે “વિધિઓ” નો ઉલ્લેખ કરે છે જેને એક યાજક ઈશ્વરની ભક્તિમાં લોકોને આગેવાની આપવા બજાવે છે. તે જુઠ્ઠા દેવની ભક્તિ કરવા મૂર્તિપૂજક યાજક દ્વારા વિધિઓને અનુસરવાનો પણ ઉલ્લેખ કરી શકે છે

અનુવાદ માટેના સૂચનો:

  • “પવિત્ર” ને અનુવાદ કરવાની રીતો આ પ્રમાણેનો સમાવેશ કરી શકે, “ઈશ્વર માટે અલગ કરાયેલ” અથવા “ઈશ્વર સાથે સબંધિત” અથવા “સંપૂર્ણપણે શુદ્ધ” અથવા “સંપૂર્ણપણે પાપરહિત” અથવા “પાપથી અલગ.”
  • “પવિત્ર કરવું” નું અનુવાદ વારંવાર “પવિત્ર કરવું” તરીકે અંગેજીમાં થાય છે. તેનું અનુવાદ “ઈશ્વરના મહિમા માટે અલગ કરવું (કોઈકને)” એ રીતે પણ થઈ શકે છે.
  • “અપવિત્ર” નું અનુવાદ કરવાની રીતો આ પ્રમાણેનો સમાવેશ કરી શકે છે, “પવિત્ર નહિ” અથવા “ઈશ્વર સાથે સબંધિત નહિ” અથવા “ઈશ્વરને માન નહિ આપનાર” અથવા “ઈશ્વરમય નહિ.”
  • કેટલાક સંદર્ભોમાં, “અપવિત્ર” નું અનુવાદ “અશુદ્ધ” તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: [પવિત્ર આત્મા], [અભિષેક કરવો], [શુદ્ધ કરવું], [અલગ કરવું])

બાઇબલના સંદર્ભો:

  • [ઉત્પતિ 28:22]
  • [2 રાજાઓ 3:2]
  • [યર્મિયાનો વિલાપ 4:1]
  • [હઝકિયેલ 20:18-20]
  • [માથ્થી 7:6]
  • [માર્ક 8:38]
  • [પ્રેરિતોના કૃત્યો 7:33]
  • [પ્રેરિતોના કૃત્યો 11:8]
  • [રોમન 1:2]
  • [2 કરિંથી 12:3-5]
  • [કલોસ્સી 1:22]
  • [1 થેસ્સલોનિકી 3:13]
  • [1 થેસ્સલોનિકી 4:7]
  • [2 તિમોથી 3:15]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [1:16] તેમણે (ઈશ્વરે) સાતમા દિવસને આશીર્વાદ દીધો અને તેને પવિત્ર કર્યો, કેમ કે આ દિવસે તેમણે તેમના કામથી વિશ્રામ કર્યો.
  • [9:12] “તું પવિત્ર ભૂમિ પર ઊભો છે.”
  • [13:1] “જો તમે મને આધીન થશો અને મારો કરાર પાળશો, તો તમે મારા ખાસ લોક, રાજમાન્ય યાજકવર્ગ અને પવિત્ર પ્રજા થશો.”
  • [13:5] “વિશ્રામવારને __પવિત્ર__પાળવાનું ધ્યાન રાખ.”
  • [22:5] “તેથી બાળક પવિત્ર, ઈશ્વરનો દીકરો થશે.”
  • [50:2] જ્યારે આપણે ઈસુના પાછા આવવાની રાહ જોઈએ છીએ, ત્યારે ઈશ્વર ઈચ્છે છે કે આપણે પવિત્ર રીતે અને તેમને માન મળે તે રીતે જીવીએ.

શબ્દની માહિતી:

  • Strong's: H0430, H2455, H2623, H4676, H4720, H6918, H6922, H6942, H6944, H6948, G00370, G00380, G00400, G00400, G00410, G00420, G04620, G18590, G21500, G24120, G24130, G28390, G37410, G37420