5.2 KiB
5.2 KiB
દેવ પિતા, સ્વર્ગીય પિતા, પિતા
હકીકતો:
"દેવ પિતા" અને "સ્વર્ગીય પિતા " શબ્દો એક સાચા દેવ, યહોવાનો સંદર્ભ આપે છે. આ જ અર્થ સાથેનો બીજો શબ્દ "પિતા" છે, જ્યારે ઈસુ તેનો ઉલ્લેખ કરતા હતા ત્યારે મોટે ભાગે ઉપયોગમાં લેવાય છે.
- દેવ દેવ પિતા, દેવ પુત્ર અને દેવપવિત્ર આત્મા તરીકે અસ્તિત્વ ધરાવે છે. દરેક એક સંપૂર્ણ દેવ છે, અને છતાં તેઓ ફક્ત એક જ દેવ છે. આ એક રહસ્ય છે જે માત્ર મનુષ્યો સંપૂર્ણ રીતે સમજી શકતા નથી.
- દેવ પિતાએ દેવ પુત્ર (ઈસુ)ને વિશ્વમાં મોકલ્યો અને તે તેમના લોકો માટે પવિત્ર આત્મા મોકલે છે.
- કોઈપણ જે દેવ પુત્રમાં વિશ્વાસ કરે છે તે દેવ પિતાનું બાળક બને છે, અને દેવ પવિત્ર આત્મા તે વ્યક્તિમાં રહેવા માટે આવે છે. આ એક બીજું રહસ્ય છે જેને મનુષ્ય સંપૂર્ણ રીતે સમજી શકતો નથી.
અનુવાદ સૂચનો:
- “દેવ પિતા” વાક્યનું ભાષાંતર કરતી વખતે એ જ શબ્દ સાથે “પિતા” ભાષાંતર કરવું શ્રેષ્ઠ છે જે ભાષા કુદરતી રીતે માનવ પિતાનો સંદર્ભ આપવા માટે વાપરે છે.
- "સ્વર્ગીય પિતા" શબ્દનું ભાષાંતર "સ્વર્ગમાં રહેતા પિતા" અથવા "સ્વર્ગમાં રહેતા પિતા દેવ" અથવા "સ્વર્ગમાંથી આપણા પરમેશ્વર પિતા" દ્વારા કરી શકાય છે.
- સામાન્ય રીતે "પિતા" ને મૂલ્ય આપવામાં આવે છે જ્યારે તે દેવનો ઉલ્લેખ કરે છે.
(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો])
(આ પણ જુઓ: [પૂર્વજ], [દેવ], [સ્વર્ગ], [પવિત્ર આત્મા], [ઈસુ], [દેવનો પુત્ર])
બાઈબલ સંદર્ભો:
- [૧ કરિંથી ૮:૪-૬]
- [૧ યોહાન ૨:૧]
- [૧ યોહાન ૨:૨૩]
- [૧ યોહાન ૩:૧]
- [કલોસ્સી ૧:૧-૩]
- [એફેસી ૫:૧૮-૨૧]
- [લુક ૧૦:૨૨]
- [માથ્થી ૫:૧૬]
- [માથ્થી ૨૩:૯]
બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- [૨૪:૯] એક જ દેવ છે. પરંતુ યોહાને દેવ પિતાની વાત સાંભળી, અને જ્યારે તેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તેણે પુત્ર અને પવિત્ર આત્માને જોયા.
- [૨૯:૯] પછી ઈસુએ કહ્યું, "જો તમે તમારા ભાઈને તમારા હૃદયથી માફ નહીં કરો તો મારા સ્વર્ગીય પિતા તમારામાંના દરેક સાથે આ જ કરશે."
- [૩૭:૯] પછી ઈસુએ સ્વર્ગ તરફ જોયું અને કહ્યું, "પિતા, મને સાંભળવા બદલ તમારો આભાર."
- [૪૦:૭] પછી ઈસુએ બૂમ પાડી, “તે પૂરું થયું! પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું.
- [૪૨:૧૦] "તો જાઓ, બધા લોકોને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપીને શિષ્યો બનાવો અને મેં તમને જે આજ્ઞા આપી છે તેનું પાલન કરવાનું શીખવો."
- [૪૩:૮] "ઈસુ હવે _દેવપિતા_ના જમણા હાથે ઉન્નત છે."
- [૫૦:૧૦] "પછી ન્યાયી લોકો તેમના પિતા દેવના રાજ્યમાં સૂર્યની જેમ ચમકશે."
શબ્દ માહિતી:
- સ્ટ્રોંગ્સ: H0001, H0002, G39620