Door43-Catalog_gu_tw/bible/kt/gift.md

3.0 KiB

ભેટ

વ્યાખ્યા:

"ભેટ" શબ્દનો અર્થ એ છે કે જે કોઈને આપવામાં આવે અથવા અર્પણ કરવામાં આવે. બદલામાં કંઈપણ મળવાની અપેક્ષા વિના ભેટ આપવામાં આવે છે

  • ગરીબ લોકોને આપવામાં આવતા પૈસા, ખોરાક, કપડાં અથવા અન્ય વસ્તુઓને "ભેટ" કહેવામાં આવે છે.
  • બાઈબલમાં, દેવને આપવામાં આવેલ અર્પણ અથવા બલિદાનને ભેટ પણ કહેવામાં આવે છે.
  • તારણની ભેટ એ કંઈક છે જે દેવ આપણને ઈસુમાં વિશ્વાસ દ્વારા આપે છે.
  • નવા કરારમાં, "ભેટ" શબ્દનો ઉપયોગ વિશેષ આધ્યાત્મિક ક્ષમતાઓ માટે પણ થાય છે જે દેવ અન્ય લોકોની સેવા કરવા માટે તમામ ખ્રિસ્તીઓને આપે છે.

અનુવાદ સૂચનો:

  • "ભેટ" માટેનો સામાન્ય શબ્દ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે અનુવાદિત થઈ શકે છે જેનો અર્થ થાય છે "કંઈક જે આપવામાં આવે છે."
  • કોઈ વ્યક્તિની પાસે દેવ તરફથી ભેટ અથવા વિશેષ ક્ષમતા હોય તેવા સંદર્ભમાં, "આત્મા તરફથી ભેટ" શબ્દનું ભાષાંતર "આધ્યાત્મિક ક્ષમતા" અથવા "પવિત્ર આત્મા તરફથી વિશેષ ક્ષમતા" અથવા "ઈશ્વરે આપેલી વિશેષ આધ્યાત્મિક કુશળતા" તરીકે કરી શકાય છે. "

(આ પણ જુઓ: [આત્મા], [પવિત્ર આત્મા])

બાઈબલ સંદર્ભો:

  • [૧ કરિંથી ૧૨:૧]
  • [૨ શમુએલ ૧૧:૮]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૦]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧૭]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૭]
  • [યાકૂબ ૧:૧૭]
  • [યોહાન ૪:૯-૧૦]
  • [માથ્થી ૫:૨૩]
  • [માથ્થી ૮:૪]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H0814, H4503, H4864, H4976, H4978, H4979, H4991, H5078, H5083, H5379, H7810, H8641, G03340, G13900, G13140, G13140, G131340, G13140, G13140, G13340