Door43-Catalog_gu_tw/bible/kt/flesh.md

4.8 KiB

દૈહિક

વ્યાખ્યા:

બાઈબલમાં, "દૈહિક" શબ્દ શાબ્દિક રીતે માનવ અથવા પ્રાણીના ભૌતિક શરીરના નરમ પેશીનો સંદર્ભ આપે છે.

  • બાઈબલ બધા મનુષ્યો અથવા તમામ જીવંત પ્રાણીઓનો સંદર્ભ આપવા માટે અલંકારિક રીતે "દૈહિક" શબ્દનો પણ ઉપયોગ કરે છે.
  • નવા કરારમાં, "દૈહિક" શબ્દનો ઉપયોગ મનુષ્યના પાપી સ્વભાવને દર્શાવવા માટે થાય છે. આનો ઉપયોગ ઘણીવાર તેમના આધ્યાત્મિક સ્વભાવથી વિપરીત થાય છે.
  • અભિવ્યક્તિ "પોતાનું દેહ અને લોહી" એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય વ્યક્તિ સાથે જૈવિક રીતે સંબંધિત છે, જેમ કે માતાપિતા, ભાઈ-બહેન, બાળક અથવા પૌત્ર.
  • "દેહ અને લોહી" અભિવ્યક્તિ વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોનો પણ ઉલ્લેખ કરી શકે છે.
  • "એક દેહ" અભિવ્યક્તિ લગ્નમાં સ્ત્રી અને પુરુષના શારીરિક એકીકરણને દર્શાવે છે.

અનુવાદ સૂચનો:

  • પ્રાણીના શરીરના સંદર્ભમાં, "માંસ" નો અનુવાદ "શરીર" અથવા "ચામડી" અથવા "દેહ" તરીકે કરી શકાય છે.
  • જ્યારે તેનો ઉપયોગ સામાન્ય રીતે તમામ જીવંત પ્રાણીઓ માટે કરવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર "જીવંત માણસો" અથવા "જીવંત છે તે બધું" તરીકે કરી શકાય છે.
  • સામાન્ય રીતે તમામ લોકોનો ઉલ્લેખ કરતી વખતે, આ શબ્દનું ભાષાંતર "લોકો" અથવા "મનુષ્ય" અથવા "દરેક વ્યક્તિ જે જીવે છે" તરીકે કરી શકાય છે.
  • "માંસ અને લોહી" અભિવ્યક્તિનું ભાષાંતર "સંબંધીઓ" અથવા "કુટુંબ" અથવા "સગપણ" અથવા "કુટુંબ કુળ" તરીકે પણ કરી શકાય છે. એવા સંદર્ભો હોઈ શકે છે જ્યાં તેનું ભાષાંતર "પૂર્વજો" અથવા "વંશજો" તરીકે કરી શકાય.
  • કેટલીક ભાષાઓમાં અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો અર્થ “દેહ અને લોહી” જેવો હોય છે.
  • "એક દેહ બનો" અભિવ્યક્તિનું ભાષાંતર "શારીરીક રીતે એક થવું" અથવા "એક શરીર તરીકે બનો" અથવા "શરીર અને આત્મામાં એક વ્યક્તિ જેવા બનો" તરીકે કરી શકાય છે. આ અભિવ્યક્તિનું ભાષાંતર પરિયોજના ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તેની ખાતરી કરવા માટે તે તપાસવું જોઈએ. જુઓ: [euphemism]. તે પણ સમજવું જોઈએ કે આ અલંકારિક છે, અને તેનો અર્થ એ નથી કે એક પુરુષ અને સ્ત્રી કે જેઓ "એક દેહ બને છે" શાબ્દિક રીતે એક વ્યક્તિ બને છે.

બાઈબલ સંદર્ભો:

  • [૧ યોહાન ૨:૧૬]
  • [૨ યોહાન ૧:૭]
  • [એફેસી ૬:૧૨]
  • [ગલાતી ૧:૧૬]
  • [ઉત્પત્તિ ૨:૨૪]
  • [યોહાન ૧:૧૪]
  • [માથ્થી૧૬:૧૭]
  • [રોમનોને પત્ર ૮:૮]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H0829, H1320, H1321, H2878, H3894, H4207, H7607, H7683, G29070, G45590, G45600, G45610