Door43-Catalog_gu_tw/bible/kt/filled.md

3.4 KiB

પવિત્ર આત્માથી ભરપૂર થવું

વ્યાખ્યા:

“પવિત્ર આત્માથી ભરપૂર થવું” શબ્દ એ રૂપાત્મક અભિવ્યક્તિ છે જે, પવિત્ર આત્મા વ્યક્તિને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા શક્તિમાન કરે ત્યારે તેનું વર્ણન કરવા વપરાય છે.

  • “થી ભરપૂર થવું” અભિવ્યક્તિ એ અભિવ્યક્તિ છે જેનો અર્થ “દ્વારા સંચાલિત” એમ થાય છે.
  • ઈશ્વર જે ઈચ્છે છે તે કરવા માટે જ્યારે લોકો પવિત્ર આત્માની દોરવણીને અનુસરે અને સહાય મેળવવા સંપૂર્ણપણે પવિત્ર આત્મા પર આધારિત રહે, ત્યારે તેઓ “પવિત્ર આત્માથી ભરપૂર થાય” છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનું અનુવાદ આ રીતે પણ થઈ શકે, “પવિત્ર આત્માથી શક્તિમાન” અથવા “પવિત્ર આત્માથી સંચાલિત.” પરંતુ તેનું એવું અર્થઘટન ન થવું જોઈએ કે પવિત્ર આત્મા કંઈક કરવા વ્યક્તિને દબાણ કરી રહ્યા છે.
  • “તે પવિત્ર આત્માથી ભરપૂર હતો” જેવા વાક્યનું અનુવાદ આ રીતે થઈ શકે, “તે સંપૂર્ણપણે પવિત્ર આત્માના પરાક્રમથી જીવતો હતો” અથવા “તે સંપૂર્ણપણે પવિત્ર આત્માથી દોરાતો હતો” અથવા “પવિત્ર આત્મા સંપૂર્ણપણે તેને દોરી રહ્યા હતા.”
  • આ શબ્દ “આત્માથી જીવો” ની અભિવ્યક્તિ સાથે અર્થમાં સમાન છે, પરંતુ “પવિત્ર આત્માથી ભરપૂર થવું” એ સંપૂર્ણતા પર ભાર મૂકે છે જેમાં વ્યક્તિ પવિત્ર આત્માને પોતાના જીવન પર નિયંત્રણ રાખવા કે પ્રભાવ પાડવા પરવાનગી આપે છે. તેથી આ બંને અભિવ્યક્તિઓનું અનુવાદ જો શક્ય હોય, તો અલગ રીતે થવું જોઈએ.

(આ પણ જુઓ: [પવિત્ર આત્મા])

બાઇબલના સંદર્ભો:

  • [પ્રેરિતોના કૃત્યો 4:31]
  • [પ્રેરિતોના કૃત્યો 5:17]
  • [પ્રેરિતોના કૃત્યો 6:8-9]
  • [લૂક 1:15]
  • [લૂક 1:39-41]
  • [લૂક 4:1-2]

શબ્દની માહિતી:

  • Strong's: G00400, G41300, G41370, G41510