Door43-Catalog_gu_tw/bible/kt/fellowship.md

2.5 KiB

સંગત

વ્યાખ્યા:

સામાન્ય રીતે, "સંગત" શબ્દ સમાન રુચિઓ અને અનુભવો શેર કરતા લોકોના જૂથના સભ્યો વચ્ચે મૈત્રીપૂર્ણ ક્રિયાપ્રતિક્રિયાઓનો સંદર્ભ આપે છે.

  • બા ઈબલમાં, "સંગત" શબ્દ સામાન્ય રીતે ખ્રિસ્તમાં વિશ્વાસીઓની એકતાનો સંદર્ભ આપે છે.
  • ખ્રિસ્તી સંગત એ એક સહિયારો સંબંધ છે જે વિશ્વાસીઓ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા સાથેના તેમના સંબંધ દ્વારા એકબીજા સાથે ધરાવે છે.
  • શરૂઆતના ખ્રિસ્તીઓએ દેવના વચનના ઉપદેશને સાંભળીને અને સાથે પ્રાર્થના કરીને, તેમના સામાનની વહેંચણી દ્વારા અને સાથે ભોજન કરીને તેમની સંગત વ્યક્ત કરી હતી.
  • ખ્રિસ્તીઓ પણ ઈસુમાં તેમની શ્રદ્ધા અને વધસ્તંભ પરના તેમના બલિદાન મૃત્યુ દ્વારા દેવ સાથે સંગત ધરાવે છે જેણે દેવ અને લોકો વચ્ચેનો અવરોધ દૂર કર્યો.

અનુવાદ સૂચનો:

  • "સંગત" નો અનુવાદ કરવાની રીતોમાં "સાથે વહેંચણી" અથવા "સંબંધ" અથવા "સાથી" અથવા "ખ્રિસ્તી સમુદાય" શામેલ હોઈ શકે છે.

બાઈબલ સંદર્ભો:

  • [૧યોહાન ૧:૩]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૦-૪૨]
  • [ફિલિપ્પીઓને પત્ર ૧:૩-૬]
  • [ફિલિપ્પીઓને પત્ર ૨:૧]
  • [ફિલિપ્પીઓને પત્ર ૩:૧૦]
  • [ગીતશાસ્ત્ર ૫૫:૧૨-૧૪]

શબ્દ માહિતી:

  • Strong's: H2266, H8667, G28420, G28440, G33520, G47900