Door43-Catalog_gu_tw/bible/kt/faithful.md

5.2 KiB

વિશ્વાસુ, વિશ્વાસુપણું, ભરોસાપાત્ર

વ્યાખ્યા:

ઈશ્વરને “વિશ્વાસુ” હોવું તેનો અર્થ સતત ઈશ્વરના શિક્ષણ પ્રમાણે જીવવું. તેનો અર્થ તેમને આધીન રહીને તેમને વફાદાર રહેવું. વિશ્વાસુ હોવાની અવસ્થા કે સ્થિતિ “વિશ્વાસુપણું” છે.

  • જે વ્યક્તિ વિશ્વાસુ હોય તે બીજા પ્રત્યે હંમેશા તેના વચનો પાળશે તથા હંમેશા તેની જવાબદારી પરિપૂર્ણ કરશે, એવો ભરોસો તેના પર મૂકી શકાય.
  • એક વિશ્વાસુ વ્યક્તિ કામ કરવામાં નિષ્ઠાવાન હોય છે, જો તે લાંબુ અને મુશ્કેલ હોય તોપણ.
  • ઈશ્વર પ્રત્યેનું વિશ્વાસુપણું એ ઈશ્વર શું ઈચ્છે છે કે આપણે કરીએ તે કરવાની સુસંગત આદત છે.

અનુવાદ માટેના સૂચનો:

  • ઘણાં સંદર્ભોમાં, “વિશ્વાસુ” ને આ રીતે અનુવાદિત કરી શકાય, “વફાદાર” અથવા “સમર્પિત” અથવા “આધાર રખાય તેવું.”
  • બીજા સંદર્ભોમાં, “વિશ્વાસુ” નું અનુવાદ એવા કોઈ શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય જેનો અર્થ આમ થતો હોય, “વિશ્વાસ કરવામાં મંડ્યા રહેવું” અથવા “ઈશ્વર પર વિશ્વાસ કરવામાં તથા આધીન થવામાં ઉત્સાહી.”
  • “વિશ્વાસુપણું” નું અનુવાદ કરવાની રીતો આ પ્રમાણેનો સમાવેશ કરી શકે, “વિશ્વાસ કરવામાં ઉત્સાહી” અથવા “વફાદારી” અથવા “ભરોસાપાત્રતા” અથવા “ઈશ્વર પર વિશ્વાસ રાખનાર તથા આધીન થનાર.”

(આ પણ જુઓ: [વિશ્વાસ કરવો], [વિશ્વાસ], [વિશ્વાસ કરવો])

બાઇબલના સંદર્ભો:

  • [ઉત્પતિ 24:49]
  • [લેવીય 26:40]
  • [ગણના 12:7]
  • [યહોશુઆ 2:14]
  • [ન્યાયાધીશો 2:16-17]
  • [1 શમુએલ 2:9]
  • [ગીતશાસ્ત્ર 12:1]
  • [નીતિવચનો 11:12-13]
  • [યશાયા 1:26]
  • [યર્મિયા 9:7-9]
  • [હોશિયા 5:7]
  • [લૂક 12:46]
  • [લૂક 16:10]
  • [કલોસ્સી 1:7]
  • [1 થેસ્સલોનિકી 5:24]
  • [3 યોહાન 1:5]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [8:5] યૂસફ કેદખાનામાં પણ ઈશ્વરને વિશ્વાસુ રહ્યો, અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.
  • [14:12] તોપણ ઈશ્વર હજુયે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકુબને તેમણે આપેલા પોતાના વચનને વિશ્વાસુ હતા.
  • [15:13] લોકોએ ઈશ્વરને વિશ્વાસુ રહેવા અને તેમના નિયમોને પાળવા વચન આપ્યું.
  • [17:9] દાઉદે ઘણાં વર્ષો ન્યાય અને વિશ્વાસુપણા થી રાજ કર્યું, અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો. જો કે, તેના જીવનના અંત ભાગમાં તેણે ઈશ્વર વિરુદ્ધ ભયંકર પાપ કર્યું.
  • [35:12] “મોટા દીકરાએ પોતાના પિતાને કહ્યું, ‘આ સર્વ વર્ષોમાં મેં તારે માટે વિશ્વાસુપણે કામ કર્યું!'”
  • [49:17] પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને કહે છે કે જો તમે તમારા પાપો કબૂલ કરો, તો તે તમને માફ કરશે.
  • [50:4] “જો તું અંત સુધી મને વિશ્વાસુ રહીશ, તો ઈશ્વર તને બચાવશે.”

શબ્દની માહિતી:

  • Strong's: H0529, H0530, H0539, H0540, H0571, H0898, H2181, H4603, H4604, H4820, G05690, G05710, G41030