Door43-Catalog_gu_tw/bible/kt/exalt.md

2.7 KiB

ઉચ્ચ, ઉન્નત, ઉચ્ચસ્થાન

વ્યાખ્યા:

ઉન્નત થવું એ કોઈની ખૂબ પ્રશંસા અને સન્માન છે. તેનો અર્થ કોઈને ઉચ્ચ પદ પર મૂકવાનો પણ થઈ શકે છે.

  • બાઈબલમાં, "ઉચ્ચ" શબ્દનો ઉપયોગ મોટાભાગે દેવને પ્રસંશા આપવા માટે થાય છે.
  • જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને ઊંચો કરે છે, તેનો અર્થ એ છે કે તે પોતાના વિશે અભિમાન અથવા ગર્વ રીતે વિચારે છે.

અનુવાદ સૂચનો:

  • "ઉન્નત" નો અનુવાદ કરવાની રીતોમાં "અત્યંત વખાણ" અથવા "ખૂબ સન્માન" અથવા "ઉત્સાહ" અથવા "ઉચ્ચ રીતે બોલવું" નો સમાવેશ થઈ શકે છે.
  • કેટલાક સંદર્ભોમાં તે શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા અનુવાદિત થઈ શકે છે જેનો અર્થ થાય છે "ઉચ્ચ સ્થાન પર મૂકવું" અથવા "વધુ સન્માન આપો" અથવા "ગર્વથી વાત કરો."
  • "તમારી જાતને ઊંચો ન કરો"નું ભાષાંતર "તમારી જાતને વધારે પડતું ન સમજો" અથવા "પોતાની બડાઈ ન કરો" તરીકે પણ કરી શકાય છે.
  • "જેઓ પોતાને ઊંચો કરે છે" નું ભાષાંતર "પોતાના વિશે ગર્વથી વિચારનારા" અથવા "પોતાના વિશે બડાઈ મારનારા" તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: [સ્તુતિ], [આરાધના], [મહિમા], [પ્રશંસા], [ગર્વ])

બાઈબલ સંદર્ભો:

  • [૧ પિતર ૫:૫-૭]
  • [૨ શમુએલ ૨૨:૪૭]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૧]
  • [ફિલિપ્પી ૨:૯-૧૧]
  • [ગીતશાસ્ત્ર ૧૮:૪૬]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H1361, H4984, H5375, H5549, H5927, H7311, H7426, H7682, G18690, G52290, G52510, G53110, G53120