Door43-Catalog_gu_tw/bible/kt/eternity.md

7.6 KiB

અનંતતા, અનંત, સનાતન, સર્વકાળ

વ્યાખ્યા:

“અનંત” અને “સનાતન” શબ્દોનો ઘણો સમાન અર્થ થાય છે અને તે એવા કશાકનો ઉલ્લેખ કરે છે જે હંમેશા અસ્તિત્વ ધરાવશે અથવા જે સર્વકાળ ટકશે.

  • “અનંતતા” શબ્દ એવી સ્થિતિનો ઉલ્લેખ કરે છે જેની કોઈ શરૂઆત કે અંત નથી. તે એવા જીવનનો પણ ઉલ્લેખ કરી શકે છે જેનો કોઈ અંત નથી.
  • પૃથ્વી પરના આ વર્તમાન જીવન પછી માણસો અનંતતા ઈશ્વર સાથે સ્વર્ગમાં અથવા ઈશ્વરથી અલગ નર્કમાં વિતાવશે.
  • “સનાતન જીવન” અને “અનંત જીવન” શબ્દો નવા કરારમાં ઈશ્વર સાથે સ્વર્ગમાં રહેવાનો ઉલ્લેખ કરવા ઉપયોગમાં લેવામાં આવ્યા છે.

“સદાકાળ” શબ્દ કદી ન પૂરો થનાર સમયનો ઉલ્લેખ કરે છે.

  • “સદાકાળ અને સદાય” શબ્દસમૂહ સમયનો વિચાર દર્શાવે છે જે કદી પૂરો થતો નથી અને અનંતતા કે અનંતજીવન જે છે તે વ્યક્ત કરે છે. તે ભારપૂર્વક જણાવે છે કે કંઈક હંમેશા બનશે અથવા અસ્તિત્વ ધરાવશે. તે એવા સમયનો ઉલ્લેખ કરે છે જે કદી પૂરો થવાનો નથી.
  • ઈશ્વરે કહ્યું કે દાઉદનું રાજ્યાસન “સદાકાળ” ટકી રહેશે. તે એ વાસ્તવિક્તાના અનુસંધાનમાં છે કે દાઉદના વંશજ ઈસુ, રાજા તરીકે સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

  • “સનાતન” અથવા “અનંત” ને અનુવાદ કરવાની બીજી રીતો આ પ્રમાણેનો સમાવેશ કરી શકે, “કોઈ અંત નહિ” અથવા “કદી ન અટકનાર” અથવા “સતત ચાલુ.”
  • “સનાતન જીવન” અને “અનંત જીવન” શબ્દોનું અનુવાદ આ રીતે પણ થઈ શકે, “જીવન જે કદી પૂરું થનાર નથી” અથવા “જીવન જે અટક્યા વિના ચાલુ રહે છે” અથવા “સદાકાળ જીવવાને માટે આપણાં શરીરોનું ઊઠવું.”
  • સંદર્ભને આધારે “અનંતતા” નું અનુવાદ કરવાની જુદી રીતો આ પ્રમાણેનો સમાવેશ કરી શકે, “સમય બહાર અસ્તિત્વ ધરાવે છે” અથવા “કદી ન પૂરું થનાર જીવન” અથવા “સ્વર્ગમાંનું જીવન.”
  • સ્થાનિક કે પ્રદેશિક ભાષાના બાઇબલ અનુવાદમાં આ શબ્દનું અનુવાદ કેવી રીતે થયું છે તે પણ ચકાસો. (જુઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું])
  • “સદાકાળ” નું અનુવાદ આ રીતે પણ થઈ શકે, “હંમેશા” અથવા “કદી ન પૂરું થનાર.”
  • “સદાકાળ ટકશે” શબ્દસમૂહનું અનુવાદ આ રીતે પણ થઈ શકે, “હંમેશા અસ્તિત્વ ધરાવનાર” અથવા “કદી અટકશે નહિ” અથવા “હંમેશા ચાલુ રહેશે.”
  • “સદાકાળ અને સદાય” આ ભારપૂર્વક શબ્દસમૂહનું અનુવાદ આ રીતે પણ થઈ શકે, “હંમેશા અને હંમેશાને માટે” અથવા “કદી ન પૂરું થનાર” અથવા “જે કદી પૂરું થશે નહિ.”
  • દાઉદનું રાજ્યાસન સદાકાળ ટકશેનું અનુવાદ આ રીતે થઈ શકે, “દાઉદનો વંશજ સદાકાળ રાજ કરશે” અથવા “દાઉદનો એક વંશજ હંમેશા રાજ કરશે.”

(આ પણ જુઓ: [દાઉદ], [રાજ], [જીવન])

બાઇબલના સંદર્ભો:

  • [ઉત્પતિ 17:8]
  • [ઉત્પતિ 48:4]
  • [નિર્ગમન 15:17]
  • [2 શમુએલ 3:28-30]
  • [1 રાજાઓ 2:32-33]
  • [અયૂબ 4:20-21]
  • [ગીતશાસ્ત્ર 21:4]
  • [યશાયા 9:6-7]
  • [યશાયા 40:27-28]
  • [દાનિયેલ 7:18]
  • [લૂક 18:18]
  • [પ્રેરિતોના કૃત્યો 13:46]
  • [રોમન 5:21]
  • [હિબ્રૂ 6:19-20]
  • [હિબ્રૂ 10:11-14]
  • [1 યોહાન 1:2]
  • [1 યોહાન 5:12]
  • [પ્રકટીકરણ 1:4-6]
  • [પ્રકટીકરણ 22:3-5]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [27:1] એક દિવસ, યહૂદી નિયમશાસ્ત્રમાં પ્રવીણ એક જણ ઈસુની કસોટી કરવા એમ કહેતા તેમની પાસે આવ્યો કે, “ઉપદેશક, __અનંત જીવન__નો વારસો પામવા મારે શું કરવું જોઈએ?”
  • [28:1] એક દિવસ, એક ધનવાન જુવાન ઈસુ પાસે આવ્યો અને તેમને પૂછ્યું, “ઉતમ ઉપદેશક, __અનંત જીવન__પામવા મારે શું કરવું જોઈએ?” ઈસુએ તેને કહ્યું, “જે ઉત્તમ છે તે વિષે તું મને શા માટે પૂછે છે? એક જ વ્યક્તિ ઉત્તમ છે, અને તે ઈશ્વર છે. પરંતુ જો તું અનંત જીવન પામવા માગે છે, તો ઈશ્વરના નિયામશાસ્ત્રનું પાલન કર.”
  • [28:10] ઈસુએ જવાબ આપ્યો, “જે કોઈએ મારા નામને ખાતર ઘર, ભાઈઓ, બહેનો, પિતા, માતા, બાળકો, કે સંપત્તિને છોડ્યા હશે, તે 100 ગણું વિશેષ પાછું મેળવશે તથા __અનંત જીવન__પણ પ્રાપ્ત કરશે.”

શબ્દની માહિતી:

  • Strong's: H3117, H4481, H5331, H5703, H5705, H5769, H5865, H5957, H6924, G01260, G01650, G01660, G13360