Door43-Catalog_gu_tw/bible/kt/disciple.md

5.4 KiB

શિષ્ય

વ્યાખ્યા:

“શિષ્ય” શબ્દ એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે વધુ સમય શિક્ષક સાથે વિતાવે છે, તે શિક્ષકના ચારિત્ર્ય તથા શિક્ષણ પરથી શીખે છે.

  • જે લોકો ઈસુની પાછળ સર્વત્ર ફર્યા, તેમનું શિક્ષણ સાંભળતા અને તેઓને આધીન થતાં, તેઓ તેમના “શિષ્યો” કહેવાયા હતા.
  • યોહાન બાપ્તિસ્તને પણ શિષ્યો હતા.
  • ઈસુના સેવાકાર્ય દરમિયાન એવા ઘણાં શિષ્યો હતા જેઓ તેમની પાછળ ચાલ્યા હતા અને તેમનું શિક્ષણ સાંભળ્યુ હતું.
  • ઈસુએ બાર શિષ્યોને તેમના નજીકના અનુયાયીઓ બનવા પસંદ કર્યા હતા; આ માણસો તેમના “પ્રેરિતો” તરીકે ઓળખાયા હતા.
  • ઈસુના બાર પ્રેરિતોએ તેમના “શિષ્યો” અથવા “12” તરીકે ઓળખાવાનું જારી રાખ્યું હતું
  • ઈસુ સ્વર્ગમાં ગયા તે પહેલા જ તેમણે તેમના શિષ્યોને ઈસુના શિષ્યો કેવી રીતે બની શકાય એ વિષે બીજા લોકોને શીખવવા આજ્ઞા કરી હતી.
  • જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે અને તેમના શિક્ષણને આધીન થાય છે તે ઈસુનો શિષ્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “શિષ્ય” શબ્દનું અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ વડે થવું જોઈએ જેનો અર્થ “અનુયાયી” કે “વિદ્યાર્થી” કે “વિદ્યાર્થી” કે “શિખનાર” થતો હોય.
  • એ સુનિશ્ચિત કરો કે આ શબ્દનું અનુવાદ વિદ્યાર્થી કે જે વર્ગખંડમાં શીખે છે કેવળ તેનો જ ઉલ્લેખ કરતું ન હોય.
  • આ શબ્દનું અનુવાદ “પ્રેરિત” શબ્દના અનુવાદથી પણ અલગ હોવું જોઈએ.

(આ પણ જુઓ: [પ્રેરિત], [વિશ્વાસ કરવો], [ઈસુ], [યોહાન (બાપ્તિસ્ત)], [બાર])

બાઇબલના સંદર્ભો:

  • [પ્રેરિતોના કૃત્યો 6:1]
  • [પ્રેરિતોના કૃત્યો 9:26-27]
  • [પ્રેરિતોના કૃત્યો 11:26]
  • [પ્રેરિતોના કૃત્યો 14:22]
  • [યોહાન 13:23]
  • [લૂક 6:40]
  • [માથ્થી 11:3]
  • [માથ્થી 26:33-35]
  • [માથ્થી 27:64]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [30:8] તેમણે (ઈસુ) તેમના__શિષ્યો__ ને લોકોને આપવા સારું ટુકડા આપ્યા. શિષ્યોએ ખોરાકને વહેંચવાનું જારી રાખ્યું, અને તે ખૂટી ગયું નહિ!
  • [38:1] લગભગ ત્રણ વર્ષ પછી ઈસુએ પ્રથમવાર જાહેરમાં ઉપદેશ કરવાનું અને શીખવવાનું શરૂ કર્યું, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તે આ પાસ્ખા તેમની સાથે યરૂશાલેમમાં ઉજવવા માગે છે, અને તેમને ત્યાં મારી નાખવામાં આવશે.
  • [38:11] પછી ઈસુ તેમના શિષ્યો સાથે ગેથસેમાને કહેવાતી જગ્યાએ ગયા. ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના કરવાનું કહ્યું કે તેઓ પરીક્ષણમાં ન પડે.
  • [42:10] ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. તેથી જાઓ સર્વ દેશનાઓને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા આપીને તથા મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું શીખવીને શિષ્યો બનાવો.”

શબ્દની માહિતી:

  • Strong's: H3928, G31000, G31010, G31020