Door43-Catalog_gu_tw/bible/kt/demonpossessed.md

3.1 KiB

અશુદ્ધ આત્મા વળગેલ

વ્યાખ્યા:

જે વ્યક્તિને અશુદ્ધ આત્મા વળગેલ હોય છે તે જે કંઈ કરે છે અને વિચારે છે તેને અશુદ્ધ આત્મા કે દુષ્ટાત્મા નિયંત્રિત કરે છે.

  • વારંવાર અશુદ્ધ આત્મા વળગેલ વ્યક્તિ પોતાને અથવા બીજાને ઇજા પહોચાડશે કારણ કે એમ કરવા માટે અશુદ્ધ આત્મા તેને પ્રેરે છે.
  • ઈસુએ અશુદ્ધ આત્મા વળગેલ લોકોમાંથી અશુદ્ધ આત્માઓને તેઓમાંથી બહાર આવવાની આજ્ઞા કરીને સાજા કર્યા. તેને અશુદ્ધ આત્માઓને “કાઢવા” કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનું અનુવાદ કરવાની બીજી રીતો “અશુદ્ધ આત્મા નિયંત્રિત” અથવા “દુષ્ટાત્મા દ્વારા નિયંત્રિત” અથવા “અંદર દુષ્ટાત્મા રહે છે” નો સમાવેશ કરી શકે છે.

(આ પણ જુઓ: [અશુદ્ધ આત્મા])

બાઇબલના સંદર્ભો:

  • [માર્ક 1:32]
  • [માથ્થી 4:24]
  • [માથ્થી 8:16]
  • [માથ્થી 8:33]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [26:9] ઘણાં લોકો જેઓમાં અશુદ્ધ આત્માઓ હતા તેઓને ઈસુ પાસે લાવવામાં આવ્યા.
  • [32:2] જ્યારે તેઓ સરોવરની પેલે પાર પહોંચ્યા, ત્યારે એક અશુદ્ધ આત્મા વળગેલ માણસ દોડતો ઈસુની પાસે આવ્યો.
  • [32:6] અશુદ્ધ આત્માવાળા__માણસે__ મોટેથી પોકાર્યું, “પરાત્પર ઈશ્વરના દીકરા ઈસુ, તમે મારી પાસેથી શું ઈચ્છો છો? કૃપા કરીને મને ત્રાસ ન આપશો!”
  • [32:9] નગરમાંથી લોકો આવ્યા અને જે માણસમાં અશુદ્ધ આત્માઓ હતા તેને જોયો.
  • [47:3] દરરોજ જ્યારે તેઓ (પાઉલ અને સિલાસ) ત્યાં જતાં, ત્યારે અશુદ્ધ આત્મા વળગેલ એક દાસી તેઓની પાછળ જતી હતી.

શબ્દની માહિતી:

  • Strong's: G11390