Door43-Catalog_gu_tw/bible/kt/cross.md

4.5 KiB

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઇબલના સમયમાં વધસ્તંભ એ જમીનમાં ખોસવામાં આવતો સીધો લાકડાનો થાંભલો હતો જેની સાથે આડો લાકડાનો બીમ ઉપરથી નજીકના ભાગે જોડવામાં આવતો હતો.

  • રોમન સામ્રાજ્યના સમય દરમિયાન, રોમન સરકાર ગુનેગારોને વધસ્તંભ પર બાંધીને કે લટકાવીને મારી નાખતા અને ત્યાં તેઓને મરવા છોડી દેતા હતા.
  • ઈસુ ઉપર તેમણે ન કરેલા ગુનાઓનો આરોપ ખોટી રીતે મૂકવામાં આવ્યો હતો અને રોમનોએ તેમને વધસ્તંભના મરણને સોંપી દીધા હતા.
  • એ નોંધો કે ક્રિયાપદ “પાર” શબ્દથી આ સંપૂર્ણપણે એક અલગ જ શબ્દ છે જેનો અર્થ કશાકની બીજી બાજુ જવું જેમ કે નદી કે તળાવની.

અનુવાદ માટેના સૂચનો:

  • લક્ષ્યાંક ભાષામાં જે શબ્દ વધસ્તંભના આકારનો ઉલ્લેખ કરે છે તે શબ્દનો ઉપયોગ કરીને આ શબ્દનું અનુવાદ કરી શકાય.
  • વધસ્તંભનું વર્ણન એવી રીતે કરવાનું ધ્યાન રાખો કે જેના પર લોકોને મારી નાખવામાં આવતા હોય, એ શબ્દસમૂહનો ઉપયોગ કરીને જેમ કે, “દેહાંતદંડની જગ્યા” અથવા “મરણનું વૃક્ષ.”
  • સ્થાનિક કે પ્રાદેશિક ભાષાના બાઇબલ અનુવાદમાં આ શબ્દનું અનુવાદ કેવી રીતે કરવામાં આવ્યું છે તે ચકાસો. (જુઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું])

(આ પણ જુઓ: [વધસ્તંભે જડવું], [રોમ])

બાઇબલના સંદર્ભો:

  • [1 કરિંથી 1:17]
  • [કલોસ્સી 2:15]
  • [ગલાતી 6:12]
  • [યોહાન 19:18]
  • [લૂક 9:23]
  • [લૂક 23:26]
  • [માથ્થી 10:38]
  • [ફિલિપ્પી 2:8]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [40:1] સૈનિકોએ ઈસુની મશ્કરી કરી પછી, તેઓ તેમને વધસ્તંભે જડવા દૂર લઈ ગયા. તેઓએ તેમની પાસે વધસ્તંભ જેના પર તે મરણ પામવાના હતા તે ઊંચકાવ્યો.
  • [40:2] સૈનિકો ઈસુને “ખોપરી” નામની જગાએ લાવ્યા અને તેમના હાથ અને પગને __વધસ્તંભે__જડ્યા.
  • [40:5] યહૂદી આગેવાનો તથા ટોળાંના બીજા લોકોએ ઈસુની મશ્કરી કરી. તેઓએ તેમને કહ્યું, “જો તમે ઈશ્વરના દીકરા હોવ, તો વધસ્તંભ પરથી નીચે ઉતરી આવો અને પોતાને બચાવો! પછી અમે તમારા પર વિશ્વાસ કરીશું.”
  • [49:10] જ્યારે ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા, ત્યારે તેમણે તમારી શિક્ષા ભોગવી.
  • [49:12] તમારે વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, કે તે તમારે બદલે વધસ્તંભ પર મરણ પામ્યા, અને ઈશ્વરે તેમને સજીવન કર્યા.

શબ્દની માહિતી:

  • Strong's: G47160