Door43-Catalog_gu_tw/bible/kt/confess.md

3.0 KiB

કબૂલ, કબૂલાત

વ્યાખ્યા:

કબૂલ કરવાનો અર્થ એ છે કે કંઈક સાચું છે તે સ્વીકારવું અથવા ભારપૂર્વક જણાવવું. "કબૂલાત" એ નિવેદન અથવા સ્વીકાર છે કે કંઈક સાચું છે.

  • "કબૂલ" શબ્દનો અર્થ હિંમતભેર દેવ વિશે સત્ય જણાવવા માટે થઈ શકે છે. તે આપણે પાપ કર્યું છે તે સ્વીકારવાનો પણ ઉલ્લેખ કરી શકે છે.
  • બાઈબલ જણાવે છે કે જો લોકો દેવ સમક્ષ તેમના પાપ કબૂલ કરશે, તો તે તેઓને માફ કરશે.
  • પ્રેરિત યાકૂબે તેના પત્રમાં લખ્યું છે કે જ્યારે વિશ્વાસીઓ એકબીજા સમક્ષ તેમના પાપોની કબૂલાત કરે છે, ત્યારે આ આધ્યાત્મિક ઉપચાર લાવે છે.
  • પ્રેરિત પાઊલે ફિલિપીઓને લખ્યું કે એક દિવસ દરેક વ્યક્તિ કબૂલ કરશે અથવા જાહેર કરશે કે ઈસુ પ્રભુ છે.
  • પાઊલે એમ પણ કહ્યું કે જો લોકો કબૂલ કરે કે ઈસુ પ્રભુ છે અને માને છે કે દેવે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા છે, તો તેઓ તારણ પામશે.

અનુવાદ સૂચનો:

  • સંદર્ભના આધારે, "કબૂલ" નો અનુવાદ કરવાની રીતોમાં, "કબૂલ" અથવા "સાક્ષી આપવી" અથવા "જાહેર કરો" અથવા "સ્વીકૃતિ" અથવા "પુષ્ટિ" શામેલ હોઈ શકે છે.
  • "કબૂલાત" નો અનુવાદ કરવાની વિવિધ રીતો, "ઘોષણા" અથવા "જુબાની" અથવા "અમે જે માનીએ છીએ તેના વિશે નિવેદન" અથવા "પાપ સ્વીકારવું" હોઈ શકે છે.

(આ પણ જુઓ: [વિશ્વાસ], [સાક્ષી])

બાઈબલ સંદર્ભો:

  • [૧ યોહાન ૧:૮-૧૦]
  • [૨ યોહાન ૧:૭-૮]
  • [યાકૂબ ૫:૧૬]
  • [લેવીય ૫:૫-૬]
  • [માથ્થી ૩:૪-૬]
  • [નહેમ્યા ૧:૬-૭]
  • [ફિલિપ્પી ૨:૯-૧૧]
  • [ગીતશાસ્ત્ર ૩૮:૧૭-૧૮]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H3034, H8426, G18430, G36700, G36710