Door43-Catalog_gu_tw/bible/kt/circumcise.md

8.2 KiB

સુન્નત, સુન્નત કરી, સુન્નત, બેસુન્નતી, બેસુન્નત

વ્યાખ્યા:

“સુન્નત” શબ્દનો અર્થ માણસ કે નર બાળકની ચામડી કપાવવી એમ થાય છે. સુન્નતની વિધિ તેના અનુસંધાનમાં બજાવવામાં આવતી હોઈ શકે.

  • ઈશ્વરે ઇબ્રાહિમને તેના કુટુંબ અને દાસોમાંના દરેક નરની સુન્નત કરવા ઈશ્વરના તેઓ સાથેના કરાર તરીકે આજ્ઞા આપી હતી.
  • ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોને પણ તેમના ઘરમાં જનમતા દરેક નર બાળકને સારું આમ કરવાનું જારી રાખવા આજ્ઞા આપી હતી.
  • “હ્રદયની સુન્નત” શબ્દસમૂહ રૂપાત્મક રીતે “કાપીને દૂર કરવા” અથવા વ્યક્તિમાંથી પાપના નિવારણનો ઉલ્લેખ કરે છે.
  • “સુન્નત કરેલ” આત્મિક સમજમાં એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓને ઈશ્વરે ઈસુના રક્તમાં પાપથી શુદ્ધ કર્યા છે અને જેઓ તેમના લોકો છે.
  • “બેસુન્નત” શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓની શારીરિક રીતે સુન્નત થઈ નથી. તે રૂપાત્મક રીતે એવા લોકોનો પણ ઉલ્લેખ કરી શકે છે જેની આત્મિક રીતે સુન્નત થઈ નથી, જેઓનો ઈશ્વર સાથે કોઈ સબંધ નથી.

“બેસુન્નતી” અને “બેસુન્નત” શબ્દો એવા નર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જેની શારીરિક રીતે સુન્નત થઈ નથી. આ શબ્દો રૂપાત્મક રીતે પણ ઉપયોગમાં લેવાય છે.

  • મિસર એવો દેશ હતો જેને પણ સુન્નત લાગુ પડતી હતી. તેથી જ્યારે ઈશ્વર મિસર વિષે “બેસુન્નતી” દ્વારા પરાજિત થયા અંગે વાત કરે છે, ત્યારે તે એવા લોકોને સંબોધી રહ્યા હતા જેઓને મિસરના લોકો સુન્નત ન કરી હોવાને લીધે ધિક્કારતા હતા.
  • બાઇબલ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓનું “હ્રદય બેસુન્નતી” છે અથવા જેઓ “હ્રદયમાં બેસુન્નતી” છે. આ રૂપાત્મક રીતે કહેવાની રીત છે કે આ લોકો ઈશ્વરના લોકો નથી, અને તેમને અનઆજ્ઞાંકિત હઠીલા લોકો છે.
  • જો ભાષામાં સુન્નતને માટે કોઈ શબ્દ ઉપયોગમાં લેવાતો હોય અથવા પ્રચલિત હોય, તો “બેસુન્નતી” નું અનુવાદ “સુન્નત ન થયેલ” તરીકે કરી શકાય.
  • “બેસુન્નત” અભિવ્યક્તિનું અનુવાદ સંદર્ભને આધારે “લોકો જેઓની સુન્નત થઈ નથી” અથવા “લોકો જેઓ ઈશ્વર સાથે સબંધિત નથી” તરીકે કરી શકાય.
  • આ શબ્દનું રૂપાત્મક સમજમાં અનુવાદ કરવાની બીજી રીતો આ પ્રમાણેનો સમાવેશ કરી શકે, “ઈશ્વરના લોકો નહિ” અથવા “જેઓ ઈશ્વર સાથે સબંધિત નથી તેવા બંડખોર” અથવા “લોકો જેઓમાં ઈશ્વર સાથે સબંધિત હોવાની કોઈ નિશાની નથી.”
  • “હ્રદયમાં બેસુન્નતી” અભિવ્યક્તિનું અનુવાદ “હઠીલા બંડખોર” અથવા “વિશ્વાસનો ઇનકાર કરનાર” તરીકે થઈ શકે. જો કે, જો શક્ય હોય તો તે જ અભિવ્યક્તિ કે એવા પ્રકારની રાખવી એ શ્રેષ્ઠ રહેશે કેમ કે આત્મિક સુન્નત એ એક અગત્યનો ખ્યાલ છે.

અનુવાદ માટેના સૂચનો:

  • જો લક્ષ્યાંક ભાષાની સંસ્કૃતિ નર વ્યક્તિઓની સુન્નત અમલમાં મીકે છે, તો તેને માટે જે શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો હોય તેનો જ ઉપયોગ આ શબ્દ માટે થવો જોઈએ.
  • આ શબ્દનું અનુવાદ કરવાની બીજી રીતો આ હોઈ શકે, “ચારે બાજુયે કાપવું” અથવા “વર્તુળમાં કાપવું” અથવા “ચામડીને કાપવી.”
  • એવી સંસ્કૃતિ જ્યાં સુન્નત અજ્ઞાત છે, ત્યાં તેની સમજ પૃષ્ઠના નીચેના ભાગમાં અથવા શબ્દસૂચિમાં આપવી જરૂરી છે.
  • એ સુનિશ્ચિત કરવું કે આ શબ્દનું અનુવાદ કરવા જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે તે નારીજાતિનો ઉલ્લેખ કરતો ન હોય. તેનું અનુવાદ “નરજાતિ” ના અર્થનો સમાવેશ કરતા શબ્દ કે શબ્દસમૂહ સાથે કરવું તે જરૂરી હોઈ શકે.

(આ પણ જુઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું])

(આ પણ જુઓ: [ઇબ્રાહિમ], [કરાર])

બાઇબલના સંદર્ભો:

  • [ઉત્પતિ 17:11]
  • [ઉત્પતિ 17:14]
  • [નિર્ગમન 12:48]
  • [લેવીય 26:41]
  • [યહોશુઆ 5:3]
  • [ન્યાયાધીશો 15:18]
  • [2 શમુએલ 1:20]
  • [યર્મિયા 9:26]
  • [હઝકિયેલ 32:25]
  • [પ્રેરિતોના કૃત્યો 10:44-45]
  • [પ્રેરિતોના કૃત્યો 11:3]
  • [પ્રેરિતોના કૃત્યો 15:1]
  • [પ્રેરિતોના કૃત્યો 11:3]
  • [રોમન 2:27]
  • [ગલાતી 5:3]
  • [એફેસી 2:11]
  • [ફિલિપ્પી 3:3]
  • [કલોસ્સી 2:11]
  • [કલોસ્સી 2:13]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો

:

  • [5:3] “તારે તારા કુટુંબના દરેક નર વ્યક્તિની સુન્નત કરવી.”
  • [5:5] એ દિવસે ઇબ્રાહિમે તેના ઘરના સર્વ નર વ્યક્તિઓની સુન્નત કરી.

શબ્દની માહિતી:

  • Strong's: H4135, H4139, H5243, H6188, H6189, H6190, G02030, G05640, G19860, G40590, G40610