Door43-Catalog_gu_tw/bible/kt/christ.md

6.7 KiB
Raw Blame History

ખ્રિસ્ત, મસીહા

હકીકતો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દોનો અર્થ “અભિષિક્ત” થાય છે અને દેવના પુત્ર ઈસુનો સંદર્ભ આપે છે.

  • નવા કરારમાં “મસીહ” અને “ખ્રિસ્ત” બંનેનો ઉપયોગ દેવના પુત્રનો ઉલ્લેખ કરવા માટે કરવામાં આવ્યો છે, જેને દેવ પિતાએ તેમના લોકો પર રાજ કરવા અને તેમને પાપ અને મૃત્યુથી બચાવવા માટે નિયુક્ત કર્યા છે.
  • જૂના કરારમાં, પ્રબોધકોએ મસીહ પૃથ્વી પર આવ્યા તેના સેંકડો વર્ષ પહેલાં તેની ભવિષ્યવાણીઓ લખી હતી.
  • મોટાભાગે "અભિષિક્ત (એક)" નો જૂના કરારમાંમાં આવનાર મસીહનો સંદર્ભ આપવા માટે વપરાય છે.
  • ઈસુએ આમાંની ઘણી ભવિષ્યવાણીઓ પૂરી કરી અને ઘણા ચમત્કારિક કાર્યો કર્યા જે સાબિત કરે છે કે તે મસીહ છે; જ્યારે તે પાછો આવશે ત્યારે આ બાકીની ભવિષ્યવાણીઓ પૂરી થશે.
  • "ખ્રિસ્ત" શબ્દનો વારંવાર શીર્ષક તરીકે ઉપયોગ થાય છે, જેમ કે "ખ્રિસ્ત" અને "ખ્રિસ્ત ઈસુ."
  • “ઈસુ ખ્રિસ્ત”ની જેમ “ખ્રિસ્ત”નો પણ તેમના નામના ભાગ રૂપે ઉપયોગ થતો આવ્યો છે.

અનુવાદ સૂચનો:

  • આ શબ્દનો તેનો અર્થ, "અભિષિક્ત" અથવા "દેવના અભિષિક્ત તારણહાર" નો ઉપયોગ કરીને ભાષાંતર કરી શકાય છે.
  • ઘણી ભાષાઓ "ખ્રિસ્ત" અથવા "મસીહ" જેવો દેખાતો અથવા સંભળાય તેવા લિવ્યંતરણ શબ્દનો ઉપયોગ કરે છે. (જુઓ: [કેવી રીતે અજ્ઞાત ભાષાંતર કરવું])
  • લિવ્યંતરણ કરેલ શબ્દ શબ્દની વ્યાખ્યા દ્વારા અનુસરવામાં આવી શકે છે જેમ કે, "ખ્રિસ્ત, અભિષિક્ત વ્યક્તિ."
  • આખા બાઈબલમાં આનું કેવી રીતે ભાષાંતર કરવામાં આવે છે તેમાં સુસંગત રહો જેથી તે સ્પષ્ટ થાય કે તે જ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
  • ખાતરી કરો કે "મસીહ" અને "ખ્રિસ્ત" ના અનુવાદો એવા સંદર્ભોમાં સારી રીતે કામ કરે છે જ્યાં બંને શબ્દો એક જ શ્લોકમાં આવે છે (જેમ કે યોહાન ૧:૪૧).

(આ પણ જુઓ: [કેવી રીતે નામોનું ભાષાંતર કરવું])

(આ પણ જુઓ: [દેવનો પુત્ર], [દાઉદ], [ઈસુ], [અભિષેક])

બાઈબલ સંદર્ભો:

  • [૧ યોહાન ૫:૧-૩]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૫]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૦-૪૨]
  • [યોહાન ૧:૪૦-૪૨]
  • [યોહાન ૩:૨૭-૨૮]
  • [યોહાન ૪:૨૫]
  • [લુક ૨:૧૦-૧૨]
  • [માથ્થી ૧:૧૬]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૧૭:૭] મસીહ દેવના પસંદ કરેલા એક હતા જે વિશ્વના લોકોને પાપથી બચાવશે.
  • [૧૭:૮] જેમ બન્યું તેમ,ઇસ્રાએલીઓએ મસીહ આવે તે પહેલાં લાંબો સમય રાહ જોવી પડશે, લગભગ ૧, વર્ષ.
  • [૨૧:૧] શરૂઆતથી જ, દેવને _મસીહ_ને મોકલવાની યોજના બનાવી હતી.
  • [૨૧:૪] દેવને રાજા દાઉદને વચન આપ્યું હતું કે મસીહ દાઉદના પોતાના વંશજોમાંથી એક હશે.
  • [૨૧:૫] મસીહ નવા કરારની શરૂઆત કરશે.
  • [૨૧:૬] દેવના પ્રબોધકોએ પણ કહ્યું કે મસીહ એક પ્રબોધક, યાજક અને રાજા હશે.
  • [૨૧:૯] પ્રબોધક યશાયાહે ભવિષ્યવાણી કરી હતી કે મસીહ કુુંવારીથી જન્મશે.
  • [૪૩:૭] "પરંતુ દેવને ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરવા માટે તેને ફરીથી સજીવન કર્યો, જે કહે છે, 'તમે તમારા પવિત્રને કબરમાં સડવા દેશે નહીં'"
  • [૪૩:૯]"પરુંતુ આ નિશ્ચય જાણો કે દેવે ઈસુને પ્રભુ અને મસીહ બન્ને બનાવ્યો છે."
  • [૪૩:૧૧] પિતરે તેમને જવાબ આપ્યો, "તમારામાંના દરેકે પસ્તાવો કરવો જોઈએ અને ઈસુ _ખ્રિસ્ત_ના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ જેથી દેવ તમારા પાપોને માફ કરે."
  • [૪૬:૬] શાઉલે યહૂદીઓ સાથે દલીલ કરી, સાબિત કર્યું કે ઈસુ એ મસીહ હતા.

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H4899, G33230, G55470