Door43-Catalog_gu_tw/bible/kt/children.md

5.5 KiB

બાળકો, બાળક, સંતાન

વ્યાખ્યા:

“બાળક” (બહુવચન “બાળકો”) શબ્દ પુરુષ અને સ્ત્રીના સંતાનનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ વારંવાર ખૂબ સર્વસામાન્ય રીતે જે કોઈ ઉંમરમાં નાનો હોય અને હજુ પુખ્ત ઉંમરનો થયો ન હોય તેનો ઉલ્લેખ કરવા વપરાય છે. “સંતાન” શબ્દ એ લોકો કે પ્રાણીઓના જૈવિક વંશજ માટેનો સર્વસામાન્ય સંદર્ભ છે.

  • બાઇબલમાં, શિષ્યો કે અનુયાયીઓને કેટલીકવાર “બાળકો” કહેવામાં આવ્યા છે.
  • “બાળકો” શબ્દ વારંવાર વ્યક્તિના વંશજોનો ઉલ્લેખ કરવા માટે વાપરવામાં આવે છે.
  • બાઇબલમાં અવારનવાર, “સંતાન” શબ્દનો “બાળકો” કે “વંશજો” તરીકે અર્થ થાય છે.
  • “બીજ” શબ્દ કેટલીકવાર સંતાનનો રૂપાત્મક રીતે ઉલ્લેખ કરવા વપરાય છે.
  • “ના બાળકો” શબ્દસમૂહ કશાકની લાક્ષણિક્તા ધરાવતો હોવાનો ઉલ્લેખ કરી શકે છે. તેના કેટલાક ઉદાહરણો આ પ્રમાણે હોઈ શકે:
    • અજવાળાના બાળકો
    • આજ્ઞાપાલનના બાળકો
    • દુષ્ટના બાળકો
  • આ શબ્દ મંડળીનો પણ ઉલ્લેખ કરી શકે છે. દાખલા તરીકે, કેટલીકવાર નવો કરાર જે લોકો ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓનો “ઈશ્વરના બાળકો” તરીકે ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “બાળકો” શબ્દનું અનુવાદ જ્યારે તે વ્યક્તિના પૌત્રો કે વગેરેનો ઉલ્લેખ કરતો હોય, ત્યારે “વંશજો” તરીકે થઈ શકે.
  • સંદર્ભને આધારે, “ના બાળકો” નું અનુવાદ “લોકો કે જેને ની લાક્ષણિકતા હોય” કે “લોકો જે ના સમાન વ્યવહાર કરે” અરિકે થઈ શકે.
  • જો શક્ય હોય, તો “ઈશ્વરના બાળકો” શબ્દસમૂહનું અનુવાદ શાબ્દિક થવું જોઈએ કેમ કે અગત્યનું શીર્ષક એ છે કે ઈશ્વર આપણાં સ્વર્ગીય પિતા છે. વૈકલ્પિક શક્ય અનુવાદ “લોકો જેઓ ઈશ્વરથી સબંધિત છે તેઓ” અથવા “ઈશ્વરના આત્મિક બાળકો” હોઈ શકે.
  • જ્યારે ઈસુ તેમના શિષ્યોને “બાળકો” તરીકે બોલાવે છે, ત્યારે તેનું અનુવાદ “વહાલા મિત્રો” કે “મારા વહાલા શિષ્યો” તરીકે પણ થઈ શકે છે.
  • જ્યારે પાઉલ અને યોહાન ઈસુ પર વિશ્વાસ કરનારાઓને “બાળકો” તરીકે સંબોધે છે, ત્યારે તેનું અનુવાદ “વહાલા સાથી વિશ્વાસીઓ” તરીકે પણ થઈ શકે છે.
  • “વચનના બાળકો” શબ્દસમૂહનું અનુવાદ “ઈશ્વરે લોકોને જે વચન આપ્યું હતું તે તેઓએ પ્રાપ્ત કર્યું” તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: [વંશજ], [બીજ], [વચન], [પુત્ર], [આત્મા], [વિશ્વાસ], [વહાલો])

બાઇબલના સંદર્ભો:

  • [1 યોહાન 2:28]
  • [3 યોહાન 1:4]
  • [ગલાતી 4:19]
  • [ઉત્પતિ 45:11]
  • [યહોશુઆ 8:34-35]
  • [નહેમ્યા 5:5]
  • [પ્રેરિતોના કૃત્યો 17:29]
  • [નિર્ગમન 13:11-13]
  • [ઉત્પતિ 24:7]
  • [યશાયા 41:8-9]
  • [અયૂબ 5:25]
  • [લૂક 3:7]
  • [માથ્થી 12:34]

શબ્દની માહિતી:

  • Strong's: H1069, H1121, H1123, H1129, H1323, H1397, H1580, H2029, H2030, H2056, H2138, H2145, H2233, H2945, H3173, H3205, H3206, H3208, H3211, H3243, H3490, H4392, H5209, H5271, H5288, H5290, H5759, H5764, H5768, H5953, H6185, H6363, H6529, H6631, H7908, H7909, H7921, G07300, G08150, G10250, G10640, G10810, G10850, G14710, G34390, G35150, G35160, G38080, G38120, G38130, G38160, G50400, G50410, G50420, G50430, G50440, G52060, G52070, G53880