Door43-Catalog_gu_tw/bible/kt/body.md

4.8 KiB

દેહ

વ્યાખ્યા:

શબ્દ "દેહ" વ્યક્તિ અથવા પ્રાણીના ભૌતિક શરીરનો ઉલ્લેખ કરે છે. આ શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કોઈ વસ્તુ અથવા વ્યક્તિગત સભ્યો ધરાવતા જૂથ માટે પણ થાય છે.

  • ઘણીવાર "દેહ" શબ્દ મૃત વ્યક્તિ અથવા પ્રાણીનો સંદર્ભ આપે છે. કેટલીકવાર આને "મૃત શરીર" અથવા "શબ" તરીકે ઓળખવામાં આવે છે.
  • જ્યારે ઈસુએ તેમના છેલ્લા પાસ્ખાપર્વના ભોજનમાં શિષ્યોને કહ્યું, "આ (રોટલી) મારું દેહ છે," ત્યારે તે તેમના ભૌતિક દેહનો ઉલ્લેખ કરી રહ્યો હતો જે તેમના પાપો માટે ચૂકવણી કરવા માટે "તૂટેલી" (મારવામાં આવશે) હશે.
  • બાઈબલમાં, એક જૂથ તરીકે ખ્રિસ્તીઓને "ખ્રિસ્તની દેહ" તરીકે ઓળખવામાં આવે છે.
  • જેમ ભૌતિક દેહમાં ઘણા ભાગો હોય છે, તેમ "ખ્રિસ્તની દેહ" માં ઘણા અંગો હોય છે.
  • દરેક વ્યક્તિગત વિશ્વાસી ખ્રિસ્તના દેહમાં એક વિશિષ્ટ કાર્ય ધરાવે છે જે સમગ્ર જૂથને દેવની સેવા કરવા અને તેમને મહિમા લાવવા માટે એકસાથે કામ કરવામાં મદદ કરે છે.
  • ઈસુને તેમના વિશ્વાસીઓના "શરીર" ના "શિર" (આગેવાન) તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ વ્યક્તિનું શિર તેના શરીરને શું કરવું તે જણાવે છે, તેવી જ રીતે ઈસુ તે છે જે ખ્રિસ્તીઓને તેમની "દેહ" ના સભ્યો તરીકે માર્ગદર્શન આપે છે.

અનુવાદ સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતર કરવાની શ્રેષ્ઠ રીત એ શબ્દ સાથે હશે જેનો ઉપયોગ પરિયોજના ભાષામાં ભૌતિક દેહનો સંદર્ભ આપવા માટે થાય છે. ખાતરી કરો કે વપરાયેલ શબ્દ અપમાનજનક શબ્દ નથી.
  • જ્યારે સામૂહિક રીતે વિશ્વાસીઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે કેટલીક ભાષાઓ માટે "ખ્રિસ્તનું આધ્યાત્મિક દેહ" કહેવું વધુ સ્વાભાવિક અને સચોટ હોઈ શકે છે.
  • જ્યારે ઈસુ કહે છે, "આ મારી દેહછે," ત્યારે આનો શાબ્દિક અનુવાદ કરવો શ્રેષ્ઠ છે, જો જરૂરી હોય તો તેને સમજાવવા માટે એક નોંધ સાથે.
  • અમુક ભાષાઓમાં મૃત દેહનો ઉલ્લેખ કરતી વખતે અલગ શબ્દ હોઈ શકે છે, જેમ કે વ્યક્તિ માટે "શબ" અથવા પ્રાણી માટે "શબ". ખાતરી કરો કે આનો અનુવાદ કરવા માટે વપરાયેલ શબ્દ સંદર્ભમાં અર્થપૂર્ણ છે અને સ્વીકાર્ય છે.

(આ પણ જુઓ: [દેહ], [હાથ]; [મુખ]; [કમર]; [જમણો હાથ]; [જીભ])

બાઈબલ સંદર્ભો:

  • [૧ કાળવૃત્તાંત ૧૦:૧૨]
  • [૧ કરિંથી ૫:૫]
  • [એફેસી ૪:૪]
  • [ન્યાયાધીશો ૧૪:૮]
  • [ગણના ૬:૬-૮]
  • [ગીતશાસ્ત્ર ૩૧:૯]
  • [રોમનોને પત્ર ૧૨:૫]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H0990, H1320, H1460, H1465, H1472, H1480, H1655, H3409, H4191, H5038, H5085, H5315, H6106, H6297, G4950, G4950, G4950, G4950, G49507