Door43-Catalog_gu_tw/bible/kt/blood.md

5.3 KiB

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ જ્યારે વ્યક્તિને કોઈ ઇજા કે ધા પડે, ત્યારે તેની ચામડીમાંથી જે લાલ પ્રવાહી બહાર આવે તેનો ઉલ્લેખ કરે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપનાર પોષક તત્વો લાવે છે. બાઇબલમાં, “રક્ત” શબ્દ અવારનવાર અર્થાલંકારિક રીતે “જીવન” તથા/અથવા બીજા અનેક ખ્યાલોના અર્થમાં વપરાયો છે.

  • જ્યારે લોકો ઈશ્વરને બલિદાનો ચઢાવતા, ત્યારે તેઓ પ્રાણીની કતલ કરતાં અને તેનું રક્ત વેદી પર રેડતા. લોકોના પાપોની ચુકવણીને માટે પ્રાણીના જીવનનું બલિદાન તે ચિહ્નિત કરે છે.
  • “માંસ અને રક્ત” અભિવ્યક્તિ માનવીજાતનો ઉલ્લેખ કરે છે.
  • “પોતાના દેહ અને રક્ત” અભિવ્યક્તિ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ જૈવિક રીતે સબંધિત છે.

અનુવાદ માટેના સૂચનો:

  • લક્ષ્યાંક ભાષામાં જે શબ્દ રક્તને માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય તેની સાથે આ શબ્દનું અનુવાદ થવું જોઈએ.
  • “માંસ અને રક્ત” અભિવ્યક્તિનું અનુવાદ “લોકો” અથવા “માનવજાતિ” તરીકે થઈ શકે.
  • સંદર્ભને આધારે, “મારો પોતાનો દેહ અને રક્ત” અભિવ્યક્તિનું અનુવાદ “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” તરીકે થઈ શકે.
  • જો લક્ષ્યાંક ભાષામાં કોઈ અભિવ્યક્તિ હોય જેનો ઉપયોગ આ અર્થ સાથે થતો હોય, તો તે અભિવ્યક્તિનો ઉપયોગ “માંસ અને રક્ત” નું અનુવાદ કરવા થઈ શકે.

(આ પણ જુઓ: [રક્તપાત]; [દેહ]; [જીવન])

બાઇબલના સંદર્ભો:

  • [1 યોહાન 1:7]
  • [1 શમુએલ 14:32]
  • [પ્રેરિતોના કૃત્યો 2:20]
  • [પ્રેરિતોના કૃત્યો 5:28]
  • [કલોસ્સી 1:20]
  • [ગલાતી 1:16]
  • [ઉત્પતિ 4:11]
  • [ગીતશાસ્ત્ર 16:4]
  • [ગીતશાસ્ત્ર 105:28-30]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [8:3] યૂસફના ભાઈઓ ઘરે પરત ફર્યા તે પહેલા, તેઓએ યૂસફનો ઝભ્ભો ફાળી નાખ્યો અને તેને બકરાના રક્તમાં ડૂબાડ્યો.
  • [10:3] ઈશ્વરે નાઇલ નદીને રક્તમાં ફેરવી દીધી, પણ ફારૂને હજુપણ ઇઝરાયેલીઓને જવા દીધા નહિ.
  • [11:5] ઇઝરાયેલીઓના સર્વ ઘરોની બારસાખો પર રક્ત હતું, તેથી ઈશ્વરે તે ઘરોને છોડી દીધા અને અંદર રહેનાર સર્વ સલામત હતા. તેઓ હલવાનના રક્તને કારણે બચી ગયા.
  • [13:9] પ્રાણીનું રક્ત જે બલિદાન કરવામાં આવતું હતું તે, વ્યક્તિના પાપોને ઢાંકતું તથા તે વ્યક્તિને ઈશ્વરની નજરમાં શુદ્ધ બનાવતુ હતું.
  • [38:5] પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. તે નવા કરારનું મારું રક્ત છે જે પાપોની માફીને માટે રેડવામાં આવ્યું છે.”
  • [48:10] જ્યારે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે, ત્યારે ઈસુનું રક્ત તે વ્યક્તિના પાપ લઈ લે છે, અને ઈશ્વરની શિક્ષા તેના પરથી હટી જાય છે.

શબ્દની માહિતી:

  • Strong's: H1818, H5332, G01290, G01300, G01310