Door43-Catalog_gu_tw/bible/kt/blasphemy.md

2.8 KiB

નિંદા, નિંદા, નિંદા કરનાર

વ્યાખ્યા:

બાઈબલમાં, "નિંદા" શબ્દનો અર્થ એવી રીતે બોલવાનો છે જે દેવ અથવા લોકો માટે ઊંડો અનાદર દર્શાવે છે. કોઈની "નિંદા" કરવી એ તે વ્યક્તિ વિરુદ્ધ બોલવું છે જેથી અન્ય લોકો તેના વિશે કંઈક ખોટું અથવા ખરાબ વિચારે.

  • મોટાભાગે, દેવની નિંદા કરવાનો અર્થ થાય છે કે તેમના વિશે સાચી ન હોય તેવી બાબતો કહીને અથવા તેમનું અપમાન કરે એવી અનૈતિક રીતે વર્તીને તેમની નિંદા કરવી અથવા તેમનું અપમાન કરવું.
  • મનુષ્ય માટે દેવ હોવાનો દાવો કરવો અથવા એક સાચા દેવ સિવાય અન્ય કોઈ દેવ છે એવો દાવો કરવો એ નિંદા છે.
  • કેટલાક અંગ્રેજી સંસ્કરણો આ શબ્દનો અનુવાદ "નિંદા" તરીકે કરે છે જ્યારે તે લોકોની નિંદા કરવાનો સંદર્ભ આપે છે.

અનુવાદ સૂચનો:

  • “નિંદા” નો અનુવાદ “વિરુદ્ધ દુષ્ટ વાતો” અથવા “દેવનું અપમાન” અથવા “નિંદા” તરીકે કરી શકાય છે.
  • "નિંદા" નો અનુવાદ કરવાની રીતોમાં "અન્ય વિશે ખોટું બોલવું" અથવા "નિંદા" અથવા "ખોટી અફવાઓ ફેલાવવી" શામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ: [અપમાન], [નિંદા])

બાઈબલ સંદર્ભો:

  • [૧ તીમોથી ૧:૧૨-૧૪]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૬:૧૧]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૨૬: ૯-૧૧]
  • [યાકૂબ ૨:૫-૭]
  • [યોહાન ૧૦:૩૨-૩૩]
  • [લુક ૧૨:૧૦]
  • [માર્ક ૧૪:૬૪]
  • [માથ્થી ૧૨:૩૧]
  • [માથ્થી ૨૬:૬૫]
  • [ગીતશાસ્ત્ર ૭૪:૧૦]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H1288, H1442, H2778, H5006, H5007, H5344, G09870, G09880, G09890