Door43-Catalog_gu_tw/bible/kt/baptize.md

6.3 KiB

બાપ્તિસ્મા, બાપ્તિસ્મા પામ્યા/કર્યું/થયું, બાપ્તિસ્મા

વ્યાખ્યા:

નવા કરારમાં “બાપ્તિસ્મા” અને “બાપ્તિસ્મા” સામાન્ય રીતે એક ખ્રિસ્તી વ્યક્તિને ધાર્મિક રીતે પાણીથી સ્નાન કરાવવાનો છે એ દશાર્વવા કે તે પાપથી શુદ્ધ થયો છે તથા ખ્રિસ્ત સાથે જોડાયો છે.

અનુવાદ માટેના સૂચનો:

  • વ્યક્તિનું પાણીથી કેવી રીતે બાપ્તિસ્મા થવું જોઈએ તે વિષે ખ્રિસ્તીઓમાં અલગ અલગ દ્રષ્ટિકોણ પ્રવર્તે છે. આ શબ્દનું અનુવાદ સામાન્ય અર્થ કે જે પાણી સબંધિત જુદી જુદી રીતોને મંજૂરી આપતો હોય તેમાં કરવામાં આવે તો એ લગભગ શ્રેષ્ઠ રહેશે.
  • સંદર્ભને આધારે “બાપ્તિસ્મા” શબ્દનું અનુવાદ આ પ્રમાણે થઈ શકે, “શુદ્ધ કરવું,” “ના પર રેડી દેવું,” “માં ડૂબકી મારવી (અથવા ડૂબવું),” “નાહવું.” દાખલા તરીકે, “પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું” નું અનુવાદ આ પ્રમાણે થઈ શકે, “પાણીમાં તમને ડૂબાડ્યા.”
  • “બાપ્તિસ્મા” શબ્દનું અનુવાદ આ રીતે થઈ શકે, “શુદ્ધિકરણ,” “રેડવું,” “ડૂબાડવું,” “સાફ કરવું.”
  • સ્થાનિક કે પ્રાદેશિક ભાષાના બાઇબલ અનુવાદમાં આ શબ્દનું અનુવાદ કેવી રીતે થયું છે તે પણ ચકાસો.

(આ પણ જુઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું])

(આ પણ જુઓ: [યોહાન (બાપ્તિસ્ત)], [પસ્તાવો], [પવિત્ર આત્મા])

બાઇબલના સંદર્ભો:

  • [પ્રેરિતોના કૃત્યો 2:38]
  • [પ્રેરિતોના કૃત્યો 8:36]
  • [પ્રેરિતોના કૃત્યો 9:18]
  • [પ્રેરિતોના કૃત્યો 10:48]
  • [લૂક 3:16]
  • [માથ્થી 3:14]
  • [માથ્થી 28:18-19]

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [24:3] જ્યારે લોકોએ યોહાનનો સંદેશો સાંભળ્યો, ત્યારે તેઓમાંના ઘણાંએ પોતાના પાપોમાંથી પસ્તાવો કર્યો, અને યોહાને તેઓનું બાપ્તિસ્મા કર્યું. ઘણાં ધાર્મિક આગેવાનો પણ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામવાને માટે આવ્યા, પણ તેઓએ પસ્તાવો કર્યો નહિ કે પોતાના પાપો કબૂલ કર્યા નહિ.
  • [24:6] બીજા દિવસે ઈસુ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામવા આવ્યા.
  • [24:7] યોહાને ઈસુને કહ્યું, “તમારું બાપ્તિસ્મા કરવાને હું યોગ્ય નથી. તેને બદલે તમારે મને બાપ્તિસ્મા આપવું જોઈએ.”
  • [42:10] “તેથી જાઓ, સર્વ દેશનાઓને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા આપીને તથા મેં તમને જે આજ્ઞા આપી છે તે દરેકને આધીન થવાનું તેઓને શીખવીને તેઓને શિષ્યો બનાવો.”
  • [43:11] પિતરે તેઓને જવાબ આપ્યો, “તમારામાંના દરેકે પસ્તાવો કરવો જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ્તિસ્મા પામવું જોઈએ કે જેથી ઈશ્વર તમારા પાપો માફ કરે.”
  • [43:12] પિતરે જે કહ્યું તે પર લગભગ 3,000 લોકોએ વિશ્વાસ કર્યો અને ઈસુના શિષ્યો બન્યા. તેઓ બાપ્તિસ્મા પામ્યા અને યરૂશાલેમની મંડળીના ભાગીદાર થયા.
  • [45:11] જ્યારે ફિલિપ અને ઇથોપિયાના વ્યક્તિએ મુસાફરી કરી, ત્યારે તેઓ થોડાં પાણી પાસે આવ્યા. ઇથોપિયાના વ્યક્તિએ કહ્યું, “જો! ત્યાં થોડું પાણી છે! શું હું __બાપ્તિસ્મા પામી__શકું?”
  • [46:5] શાઉલ તરત જ ફરીથી જોવાને માટે સક્ષમ બન્યો હતો, અને અનાન્યાએ તેને__બાપ્તિસ્મા__ આપ્યું.
  • [49:14] ઈસુ તમને તેમના પર વિશ્વાસ કરવા તથા __બાપ્તિસ્મા પામવા__આમંત્રણ આપે છે.

શબ્દની માહિતી:

  • Strong's: G09070