Door43-Catalog_gu_tw/bible/kt/authority.md

3.6 KiB

અધિકાર

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ સામાન્ય રીતે પ્રભાવ, જવાબદારી અથવા બીજી વ્યક્તિ પર અમલ ચલાવવાના પદનો ઉલ્લેખ કરે છે.

  • રાજાઓ અને બીજા અમલ ચલાવનારાઓ પાસે તેઓ જેઓ પર અમલ ચલાવે છે તેઓના પર અધિકાર હોય છે.
  • “અધિકારીઓ” શબ્દ લોકોનો, સરકારી તંત્રનો, અથવા સંસ્થાઓ કે જેઓ પાસે બીજાઓ પર અધિકાર હી છે તેઓનો ઉલ્લેખ કરી શકે છે.
  • “અધિકારીઓ” શબ્દ આત્માનો ઉલ્લેખ કરી શકે છે જેને એવા લોકો પર સત્તા હોય છે જેઓએ પોતાને ઈશ્વરના અધિકારને સોંપ્યા નથી.
  • માલિકોને તેઓના ચાકરો કે દાસો પર અધિકાર હોય છે. માબાપને તેઓના બાળકો પર અધિકાર હોય છે.
  • સરકારી તંત્ર પાસે અધિકાર હોય છે અથવા નિયમો ઘડવાનો હક્ક હોય છે જે તેના નાગરિકોનું નિયમન કરે.

અનુવાદ માટેના સૂચનો:

  • “અધિકાર” શબ્દનું અનુવાદ આ રીતે પણ થઈ શકે, “નિયંત્રણ” અથવા “હક્ક” અથવા “લાયકાત.”
  • કેટલીકવાર “અધિકાર” ને “સત્તા”ના અર્થ સાથે ઉપયોગમાં લેવામાં આવે છે.
  • જ્યારે “અધિકારીઓ” શબ્દ લોકો અથવા સંસ્થા જે લોકો પર અમલ ચલાવે છે તેનો ઉલ્લેખ કરવા વપરાયો હોય, તો તેનું અનુવાદ આ પ્રમાણે પણ થઈ શકે, “આગેવાનો” અથવા “અમલ ચલાવનારાઓ” અથવા “સત્તાધીશો.”
  • “તેના પોતાના અધિકાર દ્વારા” શબ્દસમૂહનું અનુવાદ આ પ્રમાણે થઈ શકે, “આગેવાની આપવા તેના પોતાના હક્કથી” અથવા “તેની પોતાની લયકાતને આધારે.”
  • “અધિકાર હેઠળ” અભિવ્યક્તિનું અનુવાદ આ રીતે થઈ શકે, “આધીન થવા જવાબદાર” અથવા “બીજાઓની આજ્ઞાઓને આધીન થવું.”

(આ પણ જુઓ: [વર્ચસ્વ], [રાજા], [શાસક], [પરાક્રમ])

બાઇબલના સંદર્ભો:

  • [કલોસ્સીઓ 2:10]
  • [એસ્તર 9:29]
  • [ઉત્પતિ 41:35]
  • [યૂના 3:6-7]
  • [લૂક 12:5]
  • [લૂક 20:1-2]
  • [માર્ક 1:22]
  • [માથ્થી 8:9]
  • [માથ્થી 28:19]
  • [તિતસ 3:1]

શબ્દની માહિતી:

  • Strong's: H8633, G08310, G14130, G18490, G18500, G20030, G27150, G52470