Door43-Catalog_gu_tw/bible/kt/ark.md

3.2 KiB

કોશ

વ્યાખ્યા:

“કોશ” શબ્દ શાબ્દિક રીતે લંબચોરસ લાકડાની પેટીનો ઉલ્લેખ કરે છે જેને કંઈક રાખવા અથવા સુરક્ષિત કરવા બનાવવામાં આવે છે. કોશ તે શેના માટે ઉપયોગમાં લેવાશે તેને આધારે નાનો કે મોટો હોઈ શકે.

  • અંગ્રેજી બાઇબલમાં, “કોશ” શબ્દ પ્રથમવાર ખૂબ મોટા, લંબચોરસ, લાકડાના જહાજનો ઉલ્લેખ કરવા ઉપયોગમાં લેવામાં આવ્યો હતો જેને નૂહે વિશ્વવ્યાપી જળપ્રલયથી બચવા બનાવ્યું હતું. તે વહાણને સમતલ તળિયું, છાપરું અને દિવાલો હતી.
  • આ શબ્દનું અનુવાદ કરવાની રીતો “ઘણું મોટી જહાજ” અથવા “નૌકા” અથવા “માલવાહક જહાજ” અથવા “મોટું પેટી આકારનું જહાજ” નો સમાવેશ કરી શકે.
  • આ મોટા જહાજનો ઉલ્લેખ કરવા જે હિબ્રૂ શબ્દનો પ્રયોગ થયો છે તે સમાન શબ્દ ટોપલી અથવા પેટી જ્યારે મૂસાની માએ તેને સંતાડવા સારું નાઈલ નદીમાં તેને મૂક્યો ત્યારે જેમાં બાળ મૂસાને મૂકવામાં આવ્યો હતો તે માટે વપરાયો છે. તે સંદર્ભમાં તેનું અનુવાદ સામાન્ય રીતે “ટોપલી” તરીકે થયું છે.
  • “કરાર કોશ” શબ્દસમૂહમાં, એક અલગ હિબ્રૂ શબ્દ “કોશ” ને માટે વાપરવામાં આવ્યો છે. તેનું અનુવાદ આ પ્રમાણે પણ થઈ શકે, “પેટી” અથવા “પેટી” અથવા “પાત્ર.”
  • “કોશ” નું અનુવાદ કરવા જ્યારે શબ્દ પસંદ કરતી વખતે દરેક સંદર્ભમાં તે કેટલા કદનું છે તથા તેનો શેના માટે ઉપયોગ થવાનો છે એ ચકાસવું અગત્યનું છે.

(આ પણ જુઓ: [કરાર કોશ], [ટોપલી])

બાઇબલના સંદર્ભો:

  • [1 પિતર 3:20]
  • [નિર્ગમન 16:33-36]
  • [નિર્ગમન 30:6]
  • [ઉત્પતિ 8:4-5]
  • [લૂક 17:27]
  • [માથ્થી 24:37-39]

શબ્દની માહિતી:

  • Strong's: H0727, H8392, G27870