Door43-Catalog_gu_tw/bible/kt/amen.md

4.3 KiB

આમીન, ખચીત

વ્યાખ્યા:

“આમીન” શબ્દ વ્યક્તિએ જે કહ્યું છે તે ઉપર ભાર મૂકવા અથવા ધ્યાન આપવા માટે ઉપયોગમાં લેવાતો એક શબ્દ છે. તે પ્રાર્થનાને અંતે હંમેશા ઉપયોગમાં લેવાય છે. કેટલીકવાર તેનું અનુવાદ “ખચીત” તરીકે થાય છે.

  • આમીન, “જ્યારે પ્રાર્થનાને અંતે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે” પ્રાર્થના સાથે સંમતિ જણાવે છે અથવા પ્રાર્થના પરિપૂર્ણ થાય માટે ઈચ્છા વ્યક્ત કરે છે.
  • ઈસુએ તેમના શિક્ષણમાં “આમીન” નો ઉપયોગ તેમણે જે કહ્યું તે સત્ય પર ભાર મૂકવા કર્યો હતો. તેમણે બીજુ શિક્ષણ જે અગાઉના શિક્ષણ સાથે સબંધિત હતું તેને રજૂ કરવા હંમેશા આ પ્રમાણે કહ્યું હતું “અને હું તમને કહું છું.”
  • જ્યારે ઈસુ “આમીન” આ રીતે ઉપયોગમાં લે છે, ત્યારે કેટલીક અંગ્રેજી આવૃત્તિ (અને ULT) તેનું અનુવાદ “ખરેખર” અથવા “ખચીત” તરીકે કરે છે.
  • બીજો શબ્દ જેનો અર્થ “ખચીત” થાય છે તેનું કેટલીકવાર “ચોક્કસ” અથવા “ખાતરીપૂર્વક” અનુવાદ થયું છે અને તેનો પણ ઉપયોગ વક્તા જે બોલી રહ્યા છે તે પર ભાર મૂકવા કરવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • લક્ષ્યાંક ભાષામાં જે કહેવામાં આવ્યું છે તેને ભારપૂર્વક જણાવવા ખાસ શબ્દ કે શબ્દસમૂહ ઉપયોગમાં લેવાય છે કે નહિ તે ચકાસો.
  • જ્યારે પ્રાર્થનાના અંતે ઉપયોગમાં લેવામાં આવે અથવા કશાકનું સમર્થન કરવામાં આવે, ત્યારે “આમીન” નું અનુવાદ આ પ્રમાણે થઈ શકે “એમ થવા દો” અથવા “આમ થાઓ” અથવા “એ ખરું છે.”
  • જ્યારે ઈસુ કહે છે, “હું તમને ખચીત કહું છું,” ત્યારે તેનું અનુવાદ આ પ્રમાણે પણ થઈ શકે “હા, હું તમને યથાર્થ રીતે કહુ છું” અથવા “તે સાચું છે, અને હું પણ તમને કહું છું.”
  • “હું તમને ખચીત ખચીત કહું છું” શબ્દસમૂહનું અનુવાદ આ પ્રમાણે થઈ શકે, “આ હું તમને ખૂબ યથાર્થ રીતે કહું છું” અથવા “આ હું તમને ખૂબ આતુરતાપૂર્વક કહું છું” અથવા “હું તમને જે કહી રહ્યો છું તે સાચું છે.”

(આ પણ જુઓ: [પરિપૂર્ણ], [ખરું])

બાઇબલના સંદર્ભો:

  • [પુનર્નિયમ 27:15]
  • [યોહાન 5:19]
  • [યહૂદા 1:24-25]
  • [માથ્થી 26:33-35]
  • [ફિલેમોન 1:23-25]
  • [પ્રકટીકરણ 22:20-21]

શબ્દની માહિતી:

  • Strong's: H0543, G02810