Door43-Catalog_gu_tw/bible/kt/altar.md

2.8 KiB

વેદી

વ્યાખ્યા:

વેદી એ એક ઊભેલું માળખું હતું જેના પર ઇસ્રાએલઓ દેવને અર્પણ તરીકે પ્રાણીઓ અને અનાજ બાળતા હતા.

  • બાઈબલના સમયમાં, સાદી વેદીઓ ઘણીવાર ગંદકીના ઢગલા બનાવીને અથવા એક સ્થિર ઢગલો બનાવવા માટે મોટા પથ્થરોને કાળજીપૂર્વક મૂકીને બનાવવામાં આવતી હતી.
  • અમુક ખાસ ચોરસ આકારની વેદીઓ લાકડાની બનેલી હતી જેમાં સોના, પિત્તળ અથવા કાંસ્ય જેવી ધાતુઓથી ઢંકાયેલો હતો.
  • ઈસ્રાએલીઓની નજીક રહેતા અન્ય લોકોના જૂથોએ પણ તેમના દેવોને બલિદાન ચઢાવવા વેદીઓ બાંધી.

(આ પણ જુઓ: [ધૂપની વેદી], [ખોટા દેવ], [ધાન્યનું અર્પણ], [બલિદાન])

બાઈબલ સંદર્ભો:

  • [ઉત્પત્તિ ૮:૨૦]
  • [ઉત્પત્તિ ૨૨:૯]
  • [યાકુબ ૨:૨૧]
  • [લુક ૧૧:૪૯-૫૧]
  • [માથ્થી ૫:૨૩]
  • [માથ્થી ૨૩:૧૯]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૩:૧૪] નુહ વહાણમાંથી ઉતર્યા પછી, તેણે એક વેદી બનાવી અને દરેક પ્રકારના પ્રાણીઓનું બલિદાન આપ્યું જેનો ઉપયોગ બલિદાન માટે કરી શકાય.
  • _ [૫:૮]_ જ્યારે તેઓ બલિદાનના સ્થળે પહોંચ્યા, ત્યારે ઈબ્રાહમે તેના પુત્ર ઇસહાકને બાંધ્યો અને તેને વેદી પર સુવડાવ્યો.
  • [૧૩:૯] એક યાજક પ્રાણીને મારી નાખશે અને તેને વેદી પર બાળી નાખશે.
  • [૧૬:૬] તેણે (ગીદોન) જ્યાં મૂર્તિની વેદી હતી તેની નજીક દેવને સમર્પિત એક નવી વેદી બનાવી અને તેના પર દેવને બલિદાન આપ્યું.

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H0741, H2025, H4056, H4196, G10410, G23790