Door43-Catalog_gu_tw/bible/other/rebel.md

5.0 KiB

બળવો કરવો, બળવો, બળવાખોર, બળવાખોરી

વ્યાખ્યા:

“બળવો કરવો” શબ્દનો અર્થ, કોઈ વ્યક્તિના અધિકારને આધીન થવાનો ઇનકાર કરવો, થાય છે. “બળવાખોર” વ્યક્તિ ઘણી વાર આજ્ઞાપાલન કરતી નથી અને દુષ્ટ બાબતો કરે છે. આ પ્રકારના વ્યક્તિને “વિદ્રોહી” કહેવામાં આવે છે.

  • જ્યારે વ્યક્તિ પોતાની ઉપરના અધિકારીઓએ તેને જે કરવાની મનાઈ ફરમાવી હોય તે કરે ત્યારે તે વ્યક્તિ બળવો કરી રહી છે.
  • એક વ્યક્તિ અધિકારીઓએ તેને આજ્ઞા કરેલ બાબત કરવાનો ઇનકાર કરીને પણ બળવો/વિદ્રોહ કરી શકે છે.
  • કેટલીક વાર લોકો તેમની સરકાર કે તેમના પર શાસન કરતા આગેવાન વિરુદ્ધ બળવો કરે છે.
  • સંદર્ભ અનુસાર, “બળવો કરવો” શબ્દનો અનુવાદ “આજ્ઞા ન પાળવી” અથવા તો “વિદ્રોહ કરવો” પણ કરી શકાય.
  • “બળવાખોર” નો અનુવાદ “સતત અનાજ્ઞાંકિત” અથવા તો “આજ્ઞા પાળવા નો ઇનકાર કરતું” કરી શકાય.
  • “બળવો” શબ્દનો અર્થ “આજ્ઞા માનવાનો ઇનકાર” અથવા તો “અનાજ્ઞાંકિતતા” અથવા તો “નિયમભંગ” થાય છે.
  • “બળવો” અથવા "વિદ્રોહ" શબ્દ લોકોના સંયોજિત જૂથનો ઉલ્લેખ પણ કરી શકે છે કે જેઓ કાયદાઓ તોડવા દ્વારા અને આગેવાનો તથા બીજા લોકો પર હુમલો કરવા દ્વારા જાહેર રીતે શાસન કરતા અધિકારીઓ વિરુદ્ધ બળવો કરે છે. મોટાભાગે તેઓ બળવો કરવામાં બીજા લોકો જોડાય તેવો પ્રયાસ કરે છે.

(આ પણ જૂઓ: અધિકાર, રાજ્યપાલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 14:14 ચાલીસ વર્ષો સુધી ઈઝરાયલીઓ અરણ્યમાં ભટક્યા બાદ, જે બધાએ ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો હતો તેઓ મરણ પામ્યા.
  • 18:7 ઈઝરાયલ દેશના દસ કુળોએ રહાબામ વિરુદ્ધ બળવો કર્યો.
  • 18:9 યરોબામે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને લોકોને પાપ કરવા દોર્યા.
  • 18:13 યહૂદાના મોટા ભાગના લોકોએ પણ ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને અન્ય દેવોની પૂજા કરી.
  • 20:7 પણ થોડા વર્ષો બાદ, યહૂદાના રાજાએ બાબિલ વિરુદ્ધ બળવો કર્યો.
  • 45:3 પછી તેણે (સ્તેફને) કહ્યું, “તમે હઠીલા અને બળવાખોર લોકો, જેમ તમારા પૂર્વજોએ ઈશ્વરને હંમેશાં નકાર્યા અને તેમના પ્રબોધકોની હત્યા કરી તેમ, હંમેશાં પવિત્ર આત્માનો નકાર કરો છો.

શબ્દ માહિતી:

  • Strong's: H4775, H4776, H4777, H4779, H4780, H4784, H4805, H5327, H5627, H5637, H6586, H6588, H7846, G3893, G4955