Door43-Catalog_gu_tw/bible/other/fruit.md

8.7 KiB

ફળ, ફળદાયી, નિષ્ક્રિય/નિરર્થક/બિનપરિણામકારક

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

  • મોટેભાગે બાઈબલ વ્યક્તિના કાર્યોને દર્શાવવા “ફળ” નો ઉપયોગ કરે છે. જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવી જ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.
  • વ્યક્તિ સારા અને ખરાબ આત્મિક ફળ ઉત્પન્ન કરી શકે છે, પણ હંમેશા “ફળદાયી” શબ્દનો વધારે સારા ફળ ઉત્પન્ન કરવાનો હકારાત્મક અર્થ હોય છે.
  • રૂપકાત્મક રીતે “ફળદાયી” શબ્દને “સમૃદ્ધિ” અર્થમાં પણ વાપરવામાં આવે છે. મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો હોવા, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.
  • સામાન્ય રીતે “(તે)ના ફળ” અભિવ્યક્તિ, કંઈપણ કે જે તેમાંથી આવે છે અથવા કે જે બીજી કોઈક બાબત દ્વારા ઉત્પાદન થાય છે, તેને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, “ડહાપણનું ફળ” સારી બાબતો કે જે જ્ઞાની હોવાથી આવે છે, તેને દર્શાવે છે.
  • “ભૂમિનું ફળ” અભિવ્યક્તિ, સામાન્ય રીતે જે ભૂમિ લોકોને ખાવા માટે જે સર્વ ઉત્પન કરે છે તેને દર્શાવે છે. આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.
  • “આત્માના ફળ” રૂપકાત્મક અભિવ્યક્તિ, ઈશ્વરીય ગુણોને દર્શાવે છે કે જે પવિત્ર આત્મા, તેમની આજ્ઞા પાળનારાઓના જીવનમાં ઉપજાવે છે.
  • “ગર્ભનું ફળ” અભિવ્યક્તિ, “ગર્ભાશય જે પેદા કરે છે,” એટલે કે તે બાળકોને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • “ફળ” શબ્દનું શ્રેષ્ઠ ભાષાંતર કરવા માટે લક્ષ્ય ભાષામાં વૃક્ષના ખાદ્ય ફળને દર્શાવવા માટે જે સામાન્ય શબ્દ વપરાતો હોય તેનો ઉપયોગ કરવો. જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે ઘણી ભાષાઓમાં કદાચ “ફળો” શબ્દનો ઉપયોગ વધુ કુદરતી છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “ફળદાયી” શબ્દનું ભાષાંતર, “ખૂબ આત્મિક ફળનું ઉત્પાદન કરવું” અથવા “ઘણા બાળકો હોવા” અથવા “સમૃદ્ધ હોવું,” કરી શકાય છે.
  • “ભૂમિનું ફળ” અભિવ્યક્તિનું ભાષાંતર, “જે ખોરાક ભૂમિ ઉપજાવે છે” અથવા “જે તે પ્રદેશમાં ઉગતા ખોરાકના પાક,” તરીકે પણ કરી શકાય છે.
  • જયારે ઈશ્વરે પ્રાણીઓ અને લોકોને બનાવ્યા ત્યારે તેમણે તેઓને આજ્ઞા આપી “ફળદાયી બનો અને વધો,” કે જે ઘણા સંતાન હોવાનું દર્શાવે છે. તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” તરીકે પણ કરી શકાય છે.
  • “ગર્ભનું ફળ” અભિવ્યક્તિનું ભાષાંતર, “ગર્ભાશય જે પેદા કરે છે” અથવા “બાળકો જેને સ્ત્રીઓ જન્મ આપે છે” અથવા માત્ર “બાળકો,” તરીકે કરી શકાય છે. જયારે એલિસાબેત મરિયમને કહે છે “તારા ગર્ભના ફળને ધન્ય છે,” ત્યારે તેણીનો કહેવાનો અર્થ “તું જે બાળકને જન્મ આપશે તેને ધન્ય છે.” કદાચ લક્ષ્ય ભાષામાં તેની અલગ અલગ અભિવ્યક્તિ પણ હોઈ શકે છે.
  • “ફળનો દ્રાક્ષારસ” અન્ય અભિવ્યક્તિનું ભાષાંતર, “દ્રાક્ષારસનું ફળ” અથવા “દ્રાક્ષો,” તરીકે કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “વધુ ફળદાયી હશે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “વધુ ફળ પેદા કરશે” અથવા “વધુ બાળકો હશે” અથવા “સમૃદ્ધ હશે” તરીકે પણ કરી શકાય છે.
  • પાઉલ પ્રેરિતની અભિવ્યક્તિ “ફળદાયી શ્રમ”નું ભાષાંતર, “કાર્ય કે જે ખૂબ જ સારું પરિણામ લાવે છે” અથવા “પ્રયાસો કે જેના પરિણામે ઘણા લોકોને ઈસુમાં વિશ્વાસ કરવા લાગે છે,” તરીકે કરી શકાય છે.
  • “આત્માના ફળ”નું ભાષાંતર, “કામ કે જે પવિત્ર આત્મા ઉપજાવે છે” અથવા “શબ્દો અને કાર્યો કે જે બતાવે છે કે તેનામાં પવિત્ર આત્મા કામ કરી રહ્યા છે” એમ પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: વંશજ, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, દ્રાક્ષારસ, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3, H4, H1061, H1063, H1069, H2173, H2233, H2981, H3206, H3581, H3759, H3899, H3978, H4022, H4395, H5108, H5208, H6500, H6509, H6529, H7019, H8256, H8393, H8570, G1081, G2590, G2592, G2593, G3703, G5052, G5352, G6013