Door43-Catalog_gu_tw/bible/names/ruth.md

2.6 KiB

રૂથ

તથ્યો:

રૂથ મોઆબી સ્ત્રી હતી જે જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન જીવતી હતી. તેણીએ ઈઝરાયેલી માણસ સાથે મોઆબમાં લગ્ન કર્યા હતાં જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન દુષ્કાળને કારણે તેણે ત્યાં તેના કુટુંબ સાથે સ્થળાંતર કર્યું હતું

  • રૂથનો પતિ મરણ પામ્યો, અને થોડાં સમય પછી તેણીએ પોતાની સાસુ નાઓમી સાથે મુસાફરી શરૂ કરતાં મોઆબ છોડ્યું, કે જે તેના વતન ઈઝરાયેલના બેથલેહેમ તરફ પરત ફરી રહી હતી.
  • રૂથ નાઓમીને વફાદાર હતી અને તેને માટે ખોરાક પૂરો પાડવા ભારે મહેનત કરતી હતી.
  • તેણે ઈઝરાયેલના એક ખરા ઈશ્વરની સેવાને માટે પણ પોતાને સમર્પિત કરી.
  • રૂથે બોઆઝ નામના એક ઈઝરાયેલી માણસ સાથે લગ્ન કર્યા અને પુત્રને જન્મ આપ્યો કે જે દાઉદ રાજાનો દાદા બન્યો.

કારણ કે દાઉદ રાજા ઈસુ ખ્રિસ્તના પૂર્વજ હતાં તેથી રૂથ પણ હતી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો કેવી રીતે અનુવાદ કરવો)

(આ પણ જુઓ: બેથલેહેમ, બોઆઝ, દાઉદ, ન્યાયાધીશ)

બાઈબલના સદાર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H7327, G4503