Door43-Catalog_gu_tw/bible/names/pontus.md

1.7 KiB

પોન્તસ

તથ્યો:

રોમન સામ્રાજ્ય અને પ્રારંભિક મંડળીના સમય દરમિયાન પોન્તસ એક રોમન પ્રાંત હતો. તે કાળા સમુદ્રના દક્ષિણ કિનારે સ્થિત હતું, જે હવે તુર્કી દેશ છે તેના ઉત્તર ભાગમાં.

  • પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં નોંધ્યા મુજબ, જ્યારે પચાસમાના દિવસે પવિત્ર આત્મા પ્રથમ વખત પ્રેરિતો પર આવ્યો ત્યારે પોન્તસ પ્રાંતના લોકો યરૂશાલેમમાં હતા.

અકુલાસ નામનો વિશ્વાસી પોન્તસનો હતો.

  • જ્યારે પિતર જુદા જુદા પ્રદેશોમાં વિખરાયેલા ખ્રિસ્તીઓને લખતો હતો, ત્યારે પોન્તસ તેણે ઉલ્લેખ કરેલા પ્રદેશોમાંનો એક હતો.

(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો])

(આ પણ જુઓ: [અકુલાસ], [પચાસમાનો દિવસ])

બાઈબલ સંદર્ભો:

  • [૧ પિતર ૧:૧-૨]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૨:૯]

શબ્દ માહિતી

  • Strong's: G41930, G41950