Door43-Catalog_gu_tw/bible/names/philippi.md

2.8 KiB

ફિલિપ્પી, ફિલિપ્પીઓ

તથ્યો:

  • ફિલિપ્પી શહેર પ્રાચીન ગ્રીસ દેશના ઉત્તરીય ભાગમાં મકદોનિયામાં સ્થિત એક મોટું શહેર અને રોમન વસાહત હતું. ફિલિપ્પીના લોકોને ફિલિપ્પીઓ કહેવામાં આવતા હતા.
  • પાઉલ અને સિલાસ ફિલિપ્પીના લોકોને ઈસુ વિષે પ્રચાર કરવા ત્યાં ગયા.
  • જ્યારે તેઓ ફિલિપ્પીમાં હતા ત્યારે, પાઉલ અને સિલાસની ધરપકડ કરવામાં આવી હતી પણ ઈશ્વરે ચમત્કારિક રીતે તેઓને છોડાવ્યા હતા.
  • નવા કરારનું ફિલિપ્પીઓનું પુસ્તક તે પાઉલે ફિલિપ્પી શહેરની મંડળીના ખ્રિસ્તીઓને લખેલો પત્ર છે.
  • નોંધ લેજો કે આ શહેર કાઈસારિયા ફિલિપ્પી શહેરથી અલગ શહેર છે કે જે હેર્મોન પર્વત પાસે ઉત્તરપૂર્વીય ઇઝરાયલમાં સ્થિત હતું.

(આ પણ જૂઓ: કાઈસારિયા, ખ્રિસ્તી, મંડળી, મકદોનિયા, પાઉલ, સિલાસ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 47:1 એક દિવસે, પાઉલ અને તેનો મિત્ર સિલાસ ફિલિપ્પી શહેરમાં ઈસુ વિશેની સુવાર્તા પ્રગટ કરવા ગયા.
  • 47:13 બીજા દિવસે શહેરના આગેવાનોએ પાઉલ તથા સિલાસને મુક્ત કર્યા અને તેઓને ફિલિપ્પી શહેરથી ચાલ્યા જવા કહ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: G53740, G53750