Door43-Catalog_gu_tw/bible/names/josephot.md

4.1 KiB

યૂસફ઼ (જૂનો કરાર)

તથ્યો:

યૂસફ઼ યાકૂબનો અગિયારમો પુત્ર હતો. તે રાહેલનો પ્રથમ પુત્ર હતો. તેના બે પુત્રો એફ્રાઈમ અને મનાશ્શાના વંશજો ઇસ્રાએલના બે કુળ બન્યા.

  • હિબ્રુ નામ યૂસફ઼ બંને હિબ્રુ શબ્દ જેવો છે જેનો અર્થ થાય છે "ઉમેરવું, વધારવું" અને હિબ્રુ શબ્દ જેનો અર્થ થાય છે "ભેગો કરવો, દૂર કરવો."
  • ઉત્પત્તિના પુસ્તકનો મોટો ભાગ યૂસફ઼ની વાર્તાને સમર્પિત છે, કેવી રીતે તે તેની ઘણી મુશ્કેલીઓ દરમિયાન દેવને વફાદાર રહ્યો અને તેના ભાઈઓને માફ કર્યા જેમણે તેને ઇજિપ્તમાં ગુલામ તરીકે વેચી દીધો હતો.
  • આખરે દેવે યૂસફ઼ને ઇજિપ્તમાં બીજા સર્વોચ્ચ સ્થાને ઉભો કર્યો અને તેનો ઉપયોગ ઇજિપ્ત અને આસપાસના દેશોના લોકોને બચાવવા માટે કર્યો જ્યારે ત્યાં ખોરાક ઓછો હતો. યૂસફ઼ે પોતાના પરિવારને ભૂખે મરતા બચાવવામાં મદદ કરી અને તેમને ઇજિપ્તમાં પોતાની સાથે રહેવા લાવ્યો.

(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો])

(આ પણ જુઓ: [ઇસ્રાએલના બાર કુળો], [એફ્રાઇમ], [મનાશ્શે], [યાકૂબ], [રાહેલ])

બાઈબલ સંદર્ભો:

  • [ઉત્પત્તિ ૩૦:૨૨-૨૪]
  • [ઉત્પત્તિ ૩૩:૧-૩]
  • [ઉત્પત્તિ ૩૭:૧-૨]
  • [ઉત્પત્તિ ૩૭:૨૩-૨૪]
  • [ઉત્પત્તિ ૪૧:૫૫-૫૭]
  • [યોહાન ૪:૪-૫]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો

  • [૮:૨] યૂસફના ભાઇઓ તેને ધિક્કારતા હતા કારણ કે તેમના પિતા તેને સૌથી વધુ પ્રેમ કરતા હતા અને કારણ કે યૂસફે સ્વપ્ન જોયું હતું કે તે તેમનો શાસક બનશે.
  • [૮:૪] ગુલામ વેપારીઓ __યૂસફ__ને ઇજિપ્ત લઇ ગયા.
  • __ [૮:૫]__ જેલમાં પણ, યૂસફ દેવને વફાદાર રહ્યા, અને દેવે તેને આશીર્વાદ આપ્યો.
  • __ [૮:૭]__ દેવે __યૂસફ__ને સપનાનું અર્થઘટન કરવાની ક્ષમતા આપી હતી, તેથી ફારુને યૂસફને જેલમાંથી તેની પાસે લાવ્યો હતો.
  • [૮:૯] __યૂસફ__એ લોકોને સારા પાકના સાત વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરવાનું કહ્યું.
  • [૯:૨] ઇજિપ્તવાસીઓ હવે __યૂસફ__ને યાદ રાખતા ન હતા અને તેમણે તેમને મદદ કરવા માટે જે કર્યું હતું.

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H3084, H3130, G25000, G25010