Door43-Catalog_gu_tw/bible/names/greek.md

3.2 KiB

ગ્રીક, યૂનાની, યૂનાની મત સંબધિત

સત્યો:

“ગ્રીક” શબ્દ, ગ્રીસ દેશમાં જે ભાષા બોલાય છે, અને તે ગ્રીસ દેશની વ્યક્તિને પણ દર્શાવે છે. ગ્રીક સમગ્ર રોમન સામ્રાજ્યમાં પણ બોલાતી હતી. “યૂનાની” જે શબ્દનો અર્થ, “ગ્રીક બોલનારા” એમ થાય છે.

  • કેમ કે બિન-યહૂદી લોકો રોમન સામ્રાજ્યમાં ગ્રીક બોલતા હતા, મોટાભાગે વિદેશીઓને નવા કરારમાં "ગ્રીક લોકો" તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે, ખાસ કરીને જ્યારે યહૂદીઓ સાથે વિરોધાભાસમાં ઉલ્લેખવામાં આવ્યા હોય.
  • “ગ્રીસ દેશના યહૂદીઓ” શબ્દસમૂહ એવા યહૂદીઓને દર્શાવે છે કે જેઓ ગ્રીક બોલતા, “હિબ્રૂ યહૂદીઓ”ના વિરોધાભાસમાં, જેઓ ફક્ત હિબ્રૂ છે અથવા કદાચ અરામીક બોલતા. "યૂનાની મત સંબંધિત" શબ્દસમૂહ ગ્રીક બોલનારાઓ માટેના ગ્રીક શબ્દના ઉચ્ચારણ પરથી આવે છે.
  • “યૂનાની”નું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો તેને, “ગ્રીક બોલનારા” અથવા “સાંસ્કૃતિક રીતે ગ્રીક” અથવા “ગ્રીક” શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • જયારે બિન-યહૂદીઓને દર્શાવવામાં આવે ત્યારે “ગ્રીક’ શબ્દનું ભાષાંતર “વિદેશી” થઇ શકે છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: અરામ, વિદેશી, ગ્રીસ, હિબ્રૂ, રોમ)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3125, G16720, G16730, G16740, G16750, G16760