Door43-Catalog_gu_tw/bible/names/golgotha.md

1.8 KiB

ગલગથા

તથ્યો:

“ગલગથા” એ જગ્યાનું નામ હતું જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા. તેનું નામ અરામિક શબ્દ પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે "ખોપરી" અથવા "ખોપડીનું સ્થાન."

  • ગલગથા યરૂસાલેમની શહેરની દિવાલોની બહાર ક્યાંક નજીકમાં સ્થિત હતું. તે કદાચ જૈતૂન પર્વતની ઢોળાવ પર સ્થિત હતું.
  • બાઈબલના કેટલાક જૂના અંગ્રેજી સંસ્કરણોમાં, ગલગથાનું ભાષાંતર "કાલવરી" તરીકે થાય છે, જે લેટિન શબ્દ "ખોપરી" પરથી આવે છે.
  • ઘણા બાઈબલ સંસ્કરણો એવા શબ્દનો ઉપયોગ કરે છે જે "ગલગથા" જેવો દેખાય છે અથવા સંભળાય છે, કારણ કે તેનો અર્થ બાઈબલ ટેક્સ્ટમાં પહેલેથી જ સમજાવાયેલ છે.

(અનુવાદ સૂચન: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો])

(આ પણ જુઓ: [અરામ], [ઓલિવ્સનો પર્વત])

બાઈબલ સંદર્ભો

  • [યોહાન ૧૯:૧૭]
  • [માર્ક ૧૫:૨૨]
  • [માથ્થી ૨૭:૩૩]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: G11150