Door43-Catalog_gu_tw/bible/kt/god.md

76 lines
9.9 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# દેવ
## સત્યો:
બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે.
દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે.
દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.
* દેવ હંમેશા અસ્તિત્વમાં હોય છે; બીજું કંઈ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં તે અસ્તિત્વમાં હતા, અને તેનું અસ્તિત્વ સદાકાળ માટે ચાલુ રહેશે.
* ફક્ત તેજ સાચો દેવ છે અને આખી સૃષ્ટિમાં બધા ઉપર તેને અધિકાર છે.
* દેવ સંપૂર્ણપણે પ્રામાણિક, અનંત જ્ઞાની, પવિત્ર, પાપરહિત, ન્યાયી, દયાળુ, અને પ્રેમાળ છે.
* તે કરાર પાળનાર દેવ છે કે જે હંમેશા તેના વચનો પૂર્ણ કરે છે.
* લોકોને દેવની આરાધના કરવા બનાવવામાં આવ્યા હતા અને તે ફક્ત એક જ છે તેઓએ તેની આરાધના કરવી જોઈએ.
* દેવે તેનું નામ “યહોવા” તરીકે જાહેર કર્યું ,કે જેનો અર્થ “તે છે” અથવા “હું” અથવા “એક કે જે (હંમેશા) અસ્તિત્વમાં છે.”
* બાઈબલ પણ જૂઠા “દેવો” વિશે શિક્ષણ આપે છે, કે જેઓ નિર્જિવ મૂર્તિઓ કે જેની લોકો ખોટી રીતે પૂજા કરે છે.
## ભાષાંતરના સૂચનો:
* “દેવ” (શબ્દ)નું ભાષાંતર કરવા માટે, “દેવતા” અથવા “ઉત્પન્નકર્તા” અથવા “સાર્વભૌમ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
* “દેવ” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો, “સર્વોચ્ચ સર્જક” અથવા “અનંત સાર્વભૌમ પ્રભુ” અથવા “અનંત સર્વોચ્ચ વ્યક્તિ” કરી શકાય.
* ધ્યાનમાં લો કે દેવને સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે.
ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે.
એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.
* જૂઠા દેવ શબ્દના તફાવત માટે ઘણી ભાષાઓમાં એક સાચા દેવ માટે પ્રથમ મૂળાક્ષર મોટો કરવામાં આવે છે (જેમકે અંગ્રેજીમાં “જી ફોર ગોડ” કેપિટલ હોય છે).
* બીજી રીતે “દેવ” અને “ભગવાન” માટેનો ભેદ દર્શાવવા માટે અલગ અલગ શબ્દો વાપરવામાં આવે છે.
* “હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે,” શબ્દસમૂહનું ભાષાંતર, “હું, દેવ, આ લોકો ઉપર રાજ કરીશ અને તેઓ મારી ઉપાસના કરશે,” તરીકે ભાષાંતર કરી શકાય છે
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઉત્પન્ન](../other/creation.md), [ખોટા દેવ](../kt/falsegod.md), [ઈશ્વરપિતા](../kt/godthefather.md), [પવિત્ર આત્મા](../kt/holyspirit.md), [જૂઠો દેવ](../kt/falsegod.md), [દેવનો દીકરો](../kt/sonofgod.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઈબલની કલમો:
* [1 યોહાન 1:5-7](rc://gu/tn/help/1jn/01/05)
* [1 શમુએલ 10:7-8](rc://gu/tn/help/1sa/10/07)
* [1 તિમોથી 4:9-10](rc://gu/tn/help/1ti/04/09)
* [કલોસ્સી 1:15-17](rc://gu/tn/help/col/01/15)
* [પુનર્નિયમ 29:14-16](rc://gu/tn/help/deu/29/14)
* [એઝરા 3:1-2](rc://gu/tn/help/ezr/03/01)
* [ઉત્પત્તિ 1:1-2](rc://gu/tn/help/gen/01/01)
* [હોશિયા 4:11-12](rc://gu/tn/help/hos/04/11)
* [યશાયા 36:6-7](rc://gu/tn/help/isa/36/06)
* [યાકૂબ 2:18-20](rc://gu/tn/help/jas/02/18)
* [યર્મિયા 5:4-6](rc://gu/tn/help/jer/05/04)
* [યોહાન 1:1-3](rc://gu/tn/help/jhn/01/01)
* [યહોશુઆ 3:9-11](rc://gu/tn/help/jos/03/09)
* [યર્મિયાનો વિલાપ 3:40-43](rc://gu/tn/help/lam/03/40)
* [મીખાહ 4:4-5](rc://gu/tn/help/mic/04/04)
* [ફિલિપ્પી 2:5-8](rc://gu/tn/help/php/02/05)
* [નીતિવચન 24:11-12](rc://gu/tn/help/pro/24/11)
* [ગીતશાસ્ત્ર 47:8-9](rc://gu/tn/help/psa/047/008)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[1:1](rc://gu/tn/help/obs/01/01)__ __દેવે__ સૃષ્ટિ અને તેમાંનું બધુજ છ દિવસમાં બનાવ્યું.
* __[1:15](rc://gu/tn/help/obs/01/15)__ __દેવે__ તેની પોતાની પ્રતિમા પ્રમાણે નર અને નારી બનાવ્યા.
* __[5:3](rc://gu/tn/help/obs/05/03)__ “હું સર્વશક્તિમાન ઈશ્વર છું. હુ તમારી સાથે કરાર કરીશ.”
* __[9:14](rc://gu/tn/help/obs/09/14)__ __દેવે__ કહ્યું, “હું છું તે છું. તેમને કહેજો કે, ‘હું છું તેણે મને મોકલ્યો છે. તેઓને એ પણ કહો, ‘હું યહોવા, તમારા પૂર્વજો ઈબ્રાહિમ, ઈસહાક, અને યાકૂબનો __દેવ__ છું.
આ મારું સદાકાળનું નામ છે.”
* __[10:2](rc://gu/tn/help/obs/10/02)__ આ મરકીઓ દ્વારા, __દેવે__ ફારુનને બતાવ્યું કે ફારુન અને તેના બધા જૂઠા દેવો કરતાં તે વધુ શક્તિશાળી છે.
* __[16:1](rc://gu/tn/help/obs/16/01)__ સાચા __દેવ__ યહોવાને બદલે, ઈઝરાએલીઓએ કનાનીઓના દેવોની આરાધના કરવાની શરૂ કર્યું.
* __[22:7](rc://gu/tn/help/obs/22/07)__ મારા દીકરા, તું, __સર્વોચ્ચ દેવ__ નો પ્રબોધક કહેવાશે કે જે મસીહને સ્વીકારવા માટે લોકોને તૈયાર કરશે.
* __[24:9](rc://gu/tn/help/obs/24/09)__ યહોવા એકલોજ __દેવ__ છે. પણ યોહાને _દેવ_ પિતાને બોલતા સાંભળ્યા, અને જયારે તેણે ઈસુનું બાપ્તિસ્મા આપ્યું ત્યારે ઈસુ પુત્ર અને પવિત્ર આત્માને જોયા.
* __[25:7](rc://gu/tn/help/obs/25/07)__ “ફક્ત તમારા __દેવ__ યહોવાનું ભજન કરો, અને ફક્ત તેની એકલાની જ સેવા કરો.
* __[28:1](rc://gu/tn/help/obs/28/01)__ ફક્ત એક કે જે સારો છે, અને તે __દેવ__ છે.
* __[49:9](rc://gu/tn/help/obs/49/09)__ પણ __દેવે__ જગતમાંના દરેકને ખૂબજ પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો જેથી જે કોઈ ઈસુમાં વિશ્વાસ કરશે તેને તેના પાપો માટે સજા થશે નહીં પણ (તે) __દેવની__ સાથે સદાકાળ રહેશે.
* __[50:16](rc://gu/tn/help/obs/50/16)__ પણ એક દિવસે __દેવ__ નવું આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરશે કે જે સંપૂર્ણ હશે.
## શબ્દ માહિતી:
* Strong's: H136, H305, H410, H426, H430, H433, H2486, H2623, H3068, H3069, H3863, H4136, H6697, G112, G516, G932, G935, G1096, G1140, G2098, G2124, G2128, G2150, G2152, G2153, G2299, G2304, G2305, G2312, G2313, G2314, G2315, G2316, G2317, G2318, G2319, G2320, G3361, G3785, G4151, G5207, G5377, G5463, G5537, G5538