Door43-Catalog_gu_tw/bible/kt/forgive.md

57 lines
6.9 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# માફ કરવું, માફ કરે છે, માફ કરાયેલું, માફી, માફ કરવું, માફ થયેલ
## વ્યાખ્યા:
કોઈને માફ કરવું તેનો અર્થ, તેઓએ કંઈક હાનિકારક કર્યું હોવા છતાંપણ તે વ્યક્તિની વિરુદ્ધ અદાવત રાખવી નહીં.
“માફી” એ કોઈકને માફ કરવાનું કાર્ય છે.
* મોટેભાગે કોઈને માફ કરવાનો અર્થ, તે વ્યક્તિને તેણે જે ખોટું કર્યું છે તે માટે સજા કરવી નહીં.
* “રદ કરવું’ શબ્દ, રૂપકાત્મક રીતે “દેવું માફ કરવું” તે અભિવ્યક્તિના અર્થમાં વાપરી શકાય છે.
* જયારે લોકો તેઓના પાપો કબૂલ કરે છે, ત્યારે દેવ તેઓને ઈસુના વધસ્તંભ ઉપરના બલિદાનરૂપી મૃત્યુના આધાર પર માફ કરે છે.
* ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે તેણે તેઓને જે રીતે માફ કર્યા તેમ તેઓ પણ બીજાઓને માફ કરે.
“માફ કરવું” શબ્દનો અર્થ કોઇકને તેના પાપ માટે માફ કરવું અને સજા કરવી નહીં.
* આ શબ્દનો પણ સમાન અર્થ “માફ કરવું” શબ્દની જેમ થઈ શકે છે, પણ અહી તેનો અર્થ કોઈ જે દોષિત છે તેને સજા નહીં કરવાનો ઔપચારિક નિર્ણયનો પણ સમાવેશ થાય છે.
* કાયદાના ન્યાયાલયમાં, ન્યાયાધીશ ગુનામાં દોષિત થયેલી વ્યક્તિને માફ કરી શકે છે.
* આપણે પાપમાં દોષિત હોવા છતાં, ઈસુ ખ્રિસ્ત આપણને તેના વધસ્તંભ ઉપરના બલિદાનરૂપી મૃત્યુના આધાર પર નરકમાં જવાની સજાથી માફ કરે છે.
## ભાષાંતરના સૂચનો:
* સંદર્ભ પર આધાર રાખીને “માફ કરવું” શબ્દનું ભાષાંતર, “ક્ષમા કરવી” અથવા “રદ કરવું” અથવા “છૂટકારો આપવો” અથવા “(કોઈની) વિરુદ્ધમાં પકડી રાખવું નહીં.
* “માફી” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કરવામાં આવે તો તેનો અર્થ “અણગમો ન બતાવવો (એવી રીત)” અથવા “કોઈને દોષિત તરીકે જાહેર કરવું નહીં” અથવા “માફ કરવાનું કાર્ય” તરીકે કરી શકાય છે.
* જો આ ભાષામાં માફ કરવાના ઔપચારિક નિર્ણય માટે શબ્દ હોય છે, તો તેને માટે “ક્ષમા કરવું” શબ્દ વાપરીને ભાષાંતર કરી શકાય છે.
(આ પણ જુઓ: [દોષ](../kt/guilt.md))
## બાઈબલની કલમો:
* [ઉત્પત્તિ 50:15-17](rc://gu/tn/help/gen/50/15)
* [ગણના14:17-19](rc://gu/tn/help/num/14/17)
* [પુનર્નિયમ 29:20-21](rc://gu/tn/help/deu/29/20)
* [યહોશુઆ 24:19-20](rc://gu/tn/help/jos/24/19)
* [2 રાજા 5:17-19](rc://gu/tn/help/2ki/05/17)
* [ગીતશાસ્ત્ર 25:10-11](rc://gu/tn/help/psa/025/010)
* [ગીતશાસ્ત્ર 25:17-19](rc://gu/tn/help/psa/025/017)
* [યશાયા 55:6-7](rc://gu/tn/help/isa/55/06)
* [યશાયા 40:1-2](rc://gu/tn/help/isa/40/01)
* [લૂક 5:20-21](rc://gu/tn/help/luk/05/20)
* [પ્રેરિતો 8:20-23](rc://gu/tn/help/act/08/20)
* [એફેસી 4:31-32](rc://gu/tn/help/eph/04/31)
* [કલોસ્સી 3:12-14](rc://gu/tn/help/col/03/12)
* [1 યોહાન 2:12-14](rc://gu/tn/help/1jn/02/12)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[7:10](rc://gu/tn/help/obs/07/10)__ પણ પહેલેથીજ એસાવે યાકૂબને __માફ કરી__ દીધો હતો, અને તેઓ એકબીજાને ફરીથી જોઈ ખુશ થયા.
* __[13:15](rc://gu/tn/help/obs/13/15)__ પછી મૂસા ફરીથી પર્વત ઉપર ચઢ્યો અને પ્રાર્થના કરી કે દેવ લોકોને __માફ__ કરે. દેવે મૂસાનું સાભળ્યું અને તેઓને _માફ_ કર્યા.
* __[17:13](rc://gu/tn/help/obs/17/13)__ દાઉદે તેના પાપનો પસ્તાવો કર્યો અને દેવે તેને __માફ__ કર્યો.
* __[21:5](rc://gu/tn/help/obs/21/05)__ નવા કરારમાં, દેવ લોકોના હ્રદય પર તેના નિયમો લખશે, લોકો દેવને વ્યક્તિગત રીતે જાણશે, તેઓ તેના લોક થશે, અને દેવ તેઓના પાપોને __માફ__ કરશે.
* __[29:1](rc://gu/tn/help/obs/29/01)__ એક દિવસે પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, જયારે મારો ભાઈ મારી વિરુદ્ધમાં પાપ કરે છે, ત્યારે કેટલી વાર મારે __માફ કરવું__ જોઈએ?
* __[29:1](rc://gu/tn/help/obs/29/08)__ મેં તને __માફ__ કર્યો, કારણકે તે મારી પાસે માફીની યાચના કરી.
* __[38:5](rc://gu/tn/help/obs/38/05)__ પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. આ મારું નવા કરારનું લોહી છે કે જે પાપોની __માફી__ ને સારું વહેવડાવવામાં આવ્યું છે.
## શબ્દ માહિતી:
* H5546, H5547, H3722, H5375, H5545, H5547, H7521, G859, G863, G5483