Door43-Catalog_gu_tw/bible/kt/filled.md

33 lines
3.6 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# પવિત્ર આત્માથી ભરપૂર થવું
## વ્યાખ્યા:
“પવિત્ર આત્માથી ભરપૂર થવું” શબ્દ એ રૂપકાત્મક અભિવ્યક્તિ છે, જયારે તે શબ્દ વ્યક્તિનું વર્ણન કરવા વપરાય છે ત્યારે તેનો અર્થ એમ કે પવિત્ર આત્મા તે વ્યક્તિને દેવની ઈચ્છા પ્રમાણે કરવા સામર્થ્ય આપે છે.
* “(તેના)થી ભરેલ” એ એક અભિવ્યક્તિ છે, જેનો મોટેભાગે અર્થ, “(તેના) દ્વારા નિયંત્રણ થયેલ” એમ થાય છે.
* જયારે લોકો “પવિત્ર આત્માથી ભરપૂર” થાય છે, ત્યારે તેઓ પવિત્ર આત્માના નેતૃત્વ હેઠળ અને સંપૂર્ણપણે તેના પર આધાર રાખીને જે દેવ તેઓ દ્વારા જે કરાવવા માંગે છે, તે કરી શકે છે.
## ભાષાંતરના સૂચનો:
* આ શબ્દનું ભાષાંતર, “પવિત્ર આત્મા દ્વારા શસક્ત કરાયેલું” અથવા “પવિત્ર આત્મા દ્વારા નિયંત્રણ થયેલું” તરીકે કરી શકાય છે.
* પરંતુ તેનો અર્થ એવો ના થવો જોઈએ કે પવિત્ર આત્મા વ્યક્તિને કઈંક કરવા મજબૂર કરે છે.
* વાક્ય જેવા કે, “તે પવિત્ર આત્માથી ભરપૂર હતો” તે શબ્દનું ભાષાંતર, “તે સંપૂર્ણપણે આત્માની શક્તિથી જીવતો હતો” અથવા “તે સંપૂર્ણપણે પવિત્ર આત્માથી દોરાયેલો હતો” અથવા “ પવિત્ર આત્મા સંપૂર્ણપણે તેને માર્ગદર્શન આપતો હતો” તરીકે કરી શકાય છે.
* “આત્મા દ્વારા જીવવું” અભિવ્યક્તિનો અર્થ સમાન છે, પણ “પવિત્ર આત્માથી ભરપૂર થવું” જે તે વ્યક્તિ તેના જીવનમાં સંપૂર્ણ રીતે પવિત્ર આત્માના નિયંત્રણ અથવા પ્રભાવ તળે રહી તેને કામ કરવા દે છે.
જો શક્ય હોય તો, આ બે અભિવ્યક્તિઓનું ભાષાંતર અલગ રીતે થવું જોઈએ.
(આ પણ જુઓ: [પવિત્ર આત્મા ](../kt/holyspirit.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 4:29-31](rc://gu/tn/help/act/04/29)
* [પ્રેરિતો 5:17-18](rc://gu/tn/help/act/05/17)
* [પ્રેરિતો 6:8-9](rc://gu/tn/help/act/06/08)
* [લૂક 1:14-15](rc://gu/tn/help/luk/01/14)
* [લૂક 1:39-41](rc://gu/tn/help/luk/01/39)
* [લૂક 4:1-2](rc://gu/tn/help/luk/04/01)
## શબ્દ માહિતી:
* Strong's: G40, G4130, G4137, G4151