Door43-Catalog_gu_tw/bible/kt/curse.md

46 lines
5.2 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો
## વ્યાખ્યા:
“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.
* શાપ એ કોઈક અથવા કશાકને નુકશાન થશે તેનું વિધાન (વાક્ય) હોઈ શકે છે.
* કોઈકને શાપ આપવો એ ઈચ્છાની અભિવ્યક્તિ હોઈ શકે કે તેમનું ખોટું અથવા ખરાબ બાબત થશે.
* તે સજા તરીકે પણ દર્શાવી શકાય અથવા બીજી નકારાત્મક વસ્તુઓ કે જે બીજા માટે થવા કારણ બને.
## ભાષાંતરના સૂચનો:
* આ શબ્દનું ભાષાંતર, “ખોટી વસ્તુઓ થવા કારણ બનવું” અથવા “કઈંક ખરાબ થશે તે જાહેર કરવું” અથવા “દુષ્ટ વસ્તુઓ થવા માટે સમ ઘાલવા” એમ કરી શકાય છે.
* દેવ તેના અનાજ્ઞાકિંત લોકો ઉપર શ્રાપો મોકલવાના સંદર્ભમાં, તેનું ભાષાંતર, “ખરાબ વસ્તુઓ દ્વારા સજા થવા દેવી” એમ કરી શકાય છે.
* જયારે “શાપિત” શબ્દ લોકોનું વર્ણન કરવા વપરાય છે ત્યારે તેનું ભાષાંતર, “(આ વ્યક્તિ) ખૂબ મુશ્કેલીનો અનુભવ કરશે” તરીકે કરી શકાય છે.
* “શાપિત હોવું” શબ્દસમૂહનું ભાષાંતર, “(આ વ્યક્તિ) પર મોટી મુશ્કેલીઓ આવો” એમ કરી શકાય છે.
* “ભૂમિ શાપિત છે” શબ્દસમૂહનું ભાષાંતર, “જમીન વધારે ફળદ્રુપ નહીં બને” એમ કરી શકાય છે.
* “હું જે દિવસે જન્મ્યો તે શાપિત હો” તેનું ભાષાંતર, “હું દુઃખી છું તેથી હું જન્મ્યો ના હોત તો સારું” એમ પણ કરી શકાય છે.
* તેમ છતાં, જો લક્ષ્ય ભાષામાં “શાપિત હો” એવો શબ્દસમૂહ હોય કે જેનો અર્થ તેના સમાન હોય તો પછી તે જ શબ્દસમૂહ રાખવો તે સારું છે.
(આ પણ જુઓ : [આશીર્વાદ](../kt/bless.md))
## બાઈબલની કલમો :
* [1 શમુએલ 14:24-26](rc://gu/tn/help/1sa/14/24)
* [2 પિતર 2:12-14](rc://gu/tn/help/2pe/02/12)
* [ગલાતી 3:10-12](rc://gu/tn/help/gal/03/10)
* [ગલાતી 3:13-14](rc://gu/tn/help/gal/03/13)
* [ઉત્પત્તિ 3:14-15](rc://gu/tn/help/gen/03/14)
* [ઉત્પત્તિ 3:17-19](rc://gu/tn/help/gen/03/17)
* [યાકૂબ 3:9-10](rc://gu/tn/help/jas/03/09)
* [ગણના 22:5-6](rc://gu/tn/help/num/22/05)
* [ગીતશાસ્ત્ર 109:28-29](rc://gu/tn/help/psa/109/028)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[2:9](rc://gu/tn/help/obs/02/09)__ દેવે સાપને કહ્યું, “તું __શાપિત__ હો!”
* __[2:11](rc://gu/tn/help/obs/02/11)__ “હવેથી ભૂમિ _શાપિત_ છે ,અને તારે અન્ન ઉપજાવવા ભારે પરિશ્રમ કરવો પડશે.”
* __[4:4](rc://gu/tn/help/obs/04/04)__ “જેઓ તને આશીર્વાદ આપે છે તેઓને હું આશીર્વાદ અને જેઓ તને __શાપ__ આપે છે તેઓને હું __શાપ__ આપીશ.”
* __[39:7](rc://gu/tn/help/obs/39/07)__ પછી પિતર સમ ખાઈને કહ્યું, “કદાચ જો હું આ માણસ ને જાણતો હોઉં તો દેવ મને શાપ આપો!”
* __[50:16](rc://gu/tn/help/obs/50/16)__ કારણકે આદમ અને હવા એ દેવની આજ્ઞાનો અનાદર કર્યો અને આ જગતમાં પાપ લાવ્યાં, દેવે તેને (પાપ) શાપ આપ્યો અને નાશ કરવાનું નક્કી કર્યું.
## શબ્દ માહિતી:
* Strong's: H422, H423, H779, H1288, H2763, H2764, H3994, H5344, H6895, H7043, H7045, H7621, H8381, G331, G332, G685, G1944, G2551, G2652, G2653, G2671, G2672, G6035