Door43-Catalog_gu_tw/bible/kt/clean.md

71 lines
7.7 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ
## વ્યાખ્યા:
“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું.
બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.
* “શુદ્ધ” કરવાની પ્રક્રિયા, એટલે કશુંક “શુદ્ધ કરવું.”
તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.
* દેવે જૂના કરારમાં ઈઝરાએલીઓને નિર્દેશ કરીને કહ્યું હતું કે કયા પ્રાણીઓ ધાર્મિક રીતે “શુદ્ધ” અને કયા “અશુદ્ધ” છે.
ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.
* વ્યક્તિ કે જેને ચોક્કસ ચામડીના રોગો હોય, તેને જ્યાં સુધી વ્યક્તિની ચામડી ચેપ પર પુરુ સાજપણું ન આવે ત્યાં સુધી તે અશુદ્ધ ગણાતો.
ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.
* ક્યારેક “શુદ્ધ” શબ્દ, રૂપકાત્મક રીતે નૈતિક શુધ્ધતા દર્શાવવા માટે વપરાય છે.
બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.
* દેવે ઈઝરાયેલીઓને કયા પ્રાણીઓ “શુદ્ધ” અને કયા “અશુદ્ધ” હતાં તે વિશે સૂચના આપી.
અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.
* ચોક્કસ પ્રકારના ચામડીના રોગોવાળા લોકો સાજા થાય નહીં, ત્યાં સુધી તેઓ “અશુદ્ધ” કહેવાતા હતા.
* જો ઈઝરાએલીઓ કઈંક “અશુદ્ધ” સ્પર્શ કરે તેઓ ચોક્કસ સમયગાળા માટે અશુદ્ધ ગણાતા.
ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.
* શારીરિક અને ક્રિયાકાંડોની અશુદ્ધતા એ નૈતિક અશુધ્ધ્તાનું પણ સંકેત હતું.
અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.
## ભાષાંતરના સૂચનો:
* સામાન્ય રીતે આ શબ્દનું ભાષાંતર, “શુદ્ધ” અથવા “ચોખ્ખું” જેવા શબ્દો વડે થઇ શકે છે (તેનો અર્થ, એવું જે ગંદુ ન હોય).
* આ શબ્દનું બીજી રીતે ભાષાંતર કરીએ તો “ધાર્મિક રીતે શુદ્ધ” અથવા “ દેવને સ્વીકાર્ય” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
* “સ્વચ્છ કરવું” શબ્દનું ભાષાંતર “ધોવું” અથવા “શુદ્ધ કરવું” થઇ શકે છે.
* ધ્યાન રાખો કે શબ્દો જેવા કે “શુદ્ધ” અથવા “શુદ્ધ કરવું” તે રૂપકાત્મક ભાવમાં પણ સમજાવા જોઈએ.
* “અશુદ્ધ” શબ્દનું ભાષાંતર, “શુદ્ધ નથી” અથવા “દેવની નજરમાં અયોગ્ય છે” અથવા “શારીરિક રીતે અશુદ્ધ” અથવા “અશુદ્ધ થયેલ” તરીકે પણ કરી શકાય છે.
* ભૂતપ્રેતને અશુદ્ધ આત્મા તરીકે દર્શાવવામાં આવે તે વખતે, “અશુદ્ધ” નું ભાષાંતર “દુષ્ટ” અથવા “અશુદ્ધ” તરીકે કરી શકાય.
* આત્મિક અસ્વચ્છતાના ભાષાંતર માટે આ શબ્દ વાપરી શકાય.
આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.
(આ પણ જુઓ: [અશુદ્ધ થવું](../other/defile.md), [ભૂતપ્રેત](../kt/demon.md), [પવિત્ર](../kt/holy.md), [બલિદાન](../other/sacrifice.md))
## બાઈબલની કલમો:
* [ઉત્પત્તિ 7:1-3](rc://gu/tn/help/gen/07/01)
* [ઉત્પત્તિ 7:8-10](rc://gu/tn/help/gen/07/08)
* [પૂનર્નીયમ 12:15-16](rc://gu/tn/help/deu/12/15)
* [ગીતશાસ્ત્ર 51:7-9](rc://gu/tn/help/psa/051/007)
* [નીતિવચન 20:29-30](rc://gu/tn/help/pro/20/29)
* [હઝકિયેલ 24:13](rc://gu/tn/help/ezk/24/13)
* [માથ્થી 23:27-28](rc://gu/tn/help/mat/23/27)
* [લૂક 5:12-13](rc://gu/tn/help/luk/05/12)
* [પ્રેરિતો 8:6-8](rc://gu/tn/help/act/08/06)
* [પ્રેરિતો 10:27-29](rc://gu/tn/help/act/10/27)
* [કલોસ્સી 3:5-8](rc://gu/tn/help/col/03/05)
* [1 થેસ્સલોનિકી 4:7-8](rc://gu/tn/help/1th/04/07)
* [યાકૂબ 4:8-10](rc://gu/tn/help/jas/04/08)
## શબ્દ માહિતી:
* Strong's: H1249, H1252, H1305, H2134, H2135, H2141, H2398, H2548, H2834, H2889, H2890, H2891, H2893, H2930, H2931, H2932, H3001, H3722, H5079, H5352, H5355, H5356, H6172, H6565, H6663, H6945, H7137, H8552, H8562, G167, G169, G2511, G2512, G2513, G2839, G2840, G3394, G3689